આજે વહેલી સવારે બનાસ નદીમાં અચાનક વધુ પાણી આવી જતા ફસાઈ ગયેલા એક દંપતિને પ્રશાસનની ટીમે સ્થાનિક લોકોની મદદથી હોડી દ્વારા સતત ચાર કલાકની મહેનત બાદ વૃદ્ધ દંપતીને રેસ્કયુ કરી સલામત બહાર નીકળયા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-23 11:29:32
  • Views : 604
  • Modified Date : 2021-09-23 11:29:32

      રાજસ્થાનના ઉપરવાસમાં સતત બે દિવસથી ભારે વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો આઠ થી દસ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે ભારે વરસાદના પગલે રાજસ્થાની બનાસ નદીમાં પણ ઘોડાપુર આવ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે વહેલી સવારે અચાનક નદીમાં વધુ પાણી આવી જતા એક વૃદ્ધ દંપતી પણ ફસાઈ ગયો હતું. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને સ્થાનિક અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણીનો પ્રવાહ વધતા આ વૃદ્ધ દંપતી કલાકો સુધી એક માત્ર બાવળ ની ઝાડી ના સહારે જે બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તાલુકા વિકાસ અધિકારીએ પણ તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી હોળી, દોરડા સહિતની ચીજવસ્તુઓ  વડે સતત ચાર કલાક સુધી ભારે જહેમત બાદ આ વૃદ્ધ દંપતીને સહી-સલામત બહાર નીકાળવામાં સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં સતત બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને નદીમાં પાણીનો પ્રવાહ પણ ધીમેધીમે વધી રહ્યો છે ત્યારે નદી કિનારાવાળા વિસ્તારના લોકો નદી થી દુર સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે

Download Our B K News Today App



Related News