શેરબજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો: સેન્સેક્સ રેડઝોનમાં: હ્યુન્ડાઇમાં રિકવરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-24 18:50:12
  • Views : 182
  • Modified Date : 2024-10-24 18:50:12

મુંબઇ શેરબજારમાં આજે પ્રારંભિક ઉછાળો અંતિમ તબકકામાં ધોવાયો હતો અને સેન્સેક્સ-નિફટી રેડઝોનમાં આવી ગયા હતા.શેરબજારમાં આજે શરૂઆત સુધારાના ટોને થઇ હતી. પસંદગીના ધોરણે હેવીવેઇટ શેરોમાં ધૂમ લેવાલીથી ઉછાળો હતો.લોકલ ફંડો જંગી ખરીદી કરતા હોવાના રીપોર્ટની સારી અસર થઇ હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ અનિશ્ચિતતામાં માહોલમાં સપડાયું છે. ટુંકાગાળામાં એક તરફી ટ્રેન્ડ રહેવાની સંભાવના ઓછી છે.

Download Our B K News Today App



Related News