સુરતના લાલગેટ વિસ્તારમાં વહેલી NIA નો દરોડો, એક 17 વર્ષિય કિશોરની કરાઈ પૂછપરછ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-02 15:39:45
  • Views : 98
  • Modified Date : 2023-07-02 15:39:45

સુરતમાં NIA વહેલી સવારે દરોડો કરવામાં આવ્યો છે. શહેરના લાલગેટ વિસ્તારમાં એનઆઈએ દ્વારા દરોડા પાડીને એક કિશોરની પૂછપરછ કરવામાં આવી હતી. 17 વર્ષિય કિશોરને એનઆઈએની ટીમ સ્થાનિક પીસીબી ખાતે લઈ જઈને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. 17 વર્ષિય કિશોર વિદેશના વ્હોટસેપ ગૃપ સાથે જોડાયેલો હોવાના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી હતી. કિશોર જે ગૃપમાં સામેલ છે, એ વ્હોટસેપ ગૃપને લઈ NIA એ તપાસ શરુ કરી હતી.પૂછપરછ માટે સુરત SOG ની ટીમ પણ જોડાઈ હતી. કિશોપને પીસીબી લઈ જવાયા બાદ જ્યા પુછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન જોકે કેવા પ્રકારની વિગતો સામે આવી છે. એ જાહેર કરવામાં આવી નથી. ઉપરાંત NIA એ પણ કોઈ જ વિગતો હજુ જાહેર કરી નથી.

Download Our B K News Today App



Related News