વહેલી સવારે ડાંગના રસ્તાઓ પર લોહી રેડાયુંઃ બસ અકસ્માતમાં પાંચ પ્રવાસીના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-02 17:38:43
  • Views : 16
  • Modified Date : 2025-02-02 17:38:43

રવિવારની વહેલી સવારે જ ડાંગ જિલ્લાના માર્ગ પર અકસ્માતના સમાચાર આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર એક ખાનગી બસ પલટી મારી જતા પાંચ પ્રવાસીના મોત થયા છે જ્યારે અન્યોને ઈજા થઈ છે. ડાંગ જિલ્લાના પ્રવાસન માટે જાણીતા સાપુતારામાં આ ઘટના બની છે, જ્યાંના માલેગામ ઘાટ પરથી પસાર થતી વખતે ખાનગી બસને અક્સમાત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ આખી પલટી હતી અને પાંચ જણના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. હાલમાં પોલીસ વિશેષ તપાસ હાથ ધરી રહી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલે ખસેડવામાં આવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News