75થી વધુ એંજિનિયરીંગ અને ટેક્નિકલ કૉલેજો બંધ થશે કે ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-20 13:01:33
  • Views : 426
  • Modified Date : 2019-07-20 13:01:33

ચાલુ વરસે 75થી વધુ એંજિનિયરીંગ અને ટેક્નિકલ કૉલેજો બંધ થવાની શક્યતા છે એમ એક સરકારી પ્રવક્તાએ કહ્યું હતું.આવી મોટા ભાગની સંસ્થાઓ ઉત્તર પ્રદેશની છે. આર્થિક સમસ્યા અને અપૂરતા વિદ્યાર્થીઓ હોવાથી આ સંસ્થાઓ લાંબો સમય ચલાવવી શક્ય નહીં હોવાથી આવી શિક્ષણ સંસ્થાઓએ તાળાં મારવાનો નિર્ણય લીધો હતો એમ આ અધિકારીએ વધુમાં કહ્યું હતું.ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ ઑફ ટેક્નિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ)ના પ્રવક્તાએ આ સમાચારને સમર્થન આપતાં કહ્યું હતું કે ગયા વરસે 54 કૉલેજ બંધ થઇ હતી. આ વરસે 78 કૉલેજોએ સંસ્થા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આર્થિક સમસ્યા સૌથી મોટું કારણ છે. એને કારણે જેટલા વિદ્યાર્થીને એડમિશન જોઇતું હોય એ બધાંને એડમિશન આપી શકાતું નથી. એ સંજોગોમાં કૉલેજોએ શટડાઉન કરવાનો નિર્ણય લીધો હતો. 2017-18માં આવી 106 કૉલેજ બંધ થઇ ચૂકી હતી.

Download Our B K News Today App



Related News