ડીસામાં કોમી એકતાના માહોલમાં ઇદે મિલાદની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-11 12:18:32
  • Views : 631
  • Modified Date : 2019-11-11 12:18:32

સમગ્ર વિશ્વની માનવજાત માટે રહેમત બની એકતા, પ્રેમ, અને ભાઈચારાનો ઉપદેશ
આપનાર ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહમદ
પયગમ્બર સાહેબના જન્મદિવસની યાદમાં ગવાડીમાં અખખર ચોકથી ભવ્ય ઝુલુસનો પ્રારભ સૈયદ અખ્તર અલી બાવાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઝુલુસમાં ઉટ સવાર રિક્ષાઓ ગાડીઓ તથા મક્કા મદીનાના નકશીકામ વાળી લારીઓ તથા હજ્જારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઈને જશને વિલાદતની ઉજવણી કરી હતી. મરહબા મરહબા હુઝુરકી આમદ મરહબા જેવા વિવિધ સૂત્રો
પોકારી હઝરત મોહમદ
પયગમ્બર સાહેબ જન્મની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે ઠેર ઠેર હિન્દુ ભાઈઓએ ઝુલુસ ઉપર ફૂલ વર્ષા કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગે હઝરત સૈયદ મહમદઅલી બાવા તથા હઝરત સૈયદ હસન અલી બાવાએ જણાવ્યું કે હઝરત મોહમદ પયગમ્બર સાહેબે
આપેલા નવ ગુણો જીવનમાં ઉતારી એક અને નેક બનવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ઝુલુસ અખખરચોકથી મીરા મોહલ્લા થઈ જૂની પોલીસ લાઈન થઈ ભગવતી થઈ લેખરાજ ચાર રસ્તા ડોલીવાસ થઈ રામજી મંદિર થઈ મીરમોહલ્લા થઈ રાજપુર થઈ પરત અખખર ચોક પરત ફર્યુ હતું.  
ઠેર ઠેર સૈયદ અખ્તર અલી બાવાતથા સૈયદ મોહમદ અલી બાવા તથા હસન અલી બાવા નું મુસ્લિમોએ સ્વાગત કર્યું હતું આ ઝુલુસ નાના બાળકો નવીન ડ્રેસ અને હાથમાં ઝડી અને મુખ પર નાત શરીફ
પઢતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ડોલીવાસ રાજપુર પોલીસ ચોકી તથા ખારા કુવા પાસે નિયાઝ અને પાણીની બોટલ અને ચોકલેટ અને બિસ્કિટ વેહચતા યુવાનો નજરે પડયા હતા.

Download Our B K News Today App



Related News