પાલનપુરવાસીઓને ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ ઘર આંગણે મળી રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-18 11:56:20
  • Views : 457
  • Modified Date : 2019-08-18 11:56:20

પાલનપુરમાં ગણેશ ચતુર્થીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ પર્વને આડે હવે આંગળીને વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાવિક ભક્તોને માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ ઘર આંગણે મળી રહે તે માટે શહેરના ફૂલોના વેપારી દ્વારા માટીની નાની મોટી મૂર્તિઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
પાલનપુરમાં ગણેશ ચતુર્થીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. વિવિધ મંડળો દ્વારા પ્રદુષણ ન થાય અને મૂર્તિ સહેલાઈથી
પાણીમાં ગળી જાય તે માટે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવતી હોય છે. આવી માટીની મૂર્તિઓ ખરીદવા માટે આયોજકોએ છેક અમદાવાદ સુધી જવું પડતું હોય છે. જોકે, આ વર્ષે આવી મૂર્તિઓ હવે ઘર આંગણે મળી રહેશે. આ અંગે મૂર્તિઓના
વેપારી સુરેશભાઈ પઢીયારે જણાવ્યું હતું કે, જળ પ્રદુષણ ન થાય તેમજ મૂર્તિઓ સહેલાઈથી પાણીમાં ઓગળી જાય તે હેતુથી મૂર્તિઓનું વેચાણ શરૂ કર્યુ છે. આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની કિંમત રૂપિયા ૨૦૦ થી ૨૫૦૦ સુધીની છે. ૬ ઇંચ થી ૫ ફૂટ સુધીની મૂર્તિઓ ૧૨૦૦ થી વધુની સંખ્યામાં ઉપલબ્ધ છે


Download Our B K News Today App



Related News