મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતેના ઉત્તરાર્ધ મહોત્સને મુખ્યમંત્રીના હસ્તે ઇ-માધ્યમથી ખુલ્લો મુકાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 11:12:35
  • Views : 270
  • Modified Date : 2021-01-25 11:12:35

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી  મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનો ઇ-માધ્યમથી આરંભ કરી જણાવ્યું હતું કે, જેની સંસ્કૃતિમાં જ સૂર્ય વણાયેલો છે, તેવી ગુર્જર સંસ્કૃતિ અને અસ્મિતા  અનેક ક્ષેત્રોનાં સર્વાંગી વિકાસના રથ ઉપર સવાર થઈને સમગ્ર વિશ્વમાં વખણાય રહી છે.
આપણે સદનસીબ છીએ કે, ગુજરાતમાં મહત્તમ સૂર્યપ્રકાશ મળી રહ્યો છે, તેવું જણાવી રાજ્યના મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, એ સૂર્યપ્રકાશનો સોર ઉર્જા સોલર એનર્જીમાં રૂપાંતરિત કરી ને ગુજરાતે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત વિકસાવ્યા છે.તેમણે ઉમેર્યું હતું કે આધુનિક અને વિકસતા યુગમાં સૂર્ય ઉપાસના માટે સૂર્ય શક્તિના મહત્તમ વિનિયોગ માટે સોલર ઉર્જા સોલર એનર્જીનું હબ ગુજરાત બન્યું છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કચ્છના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્કનાં શિલાન્યાસ કર્યો છે.
ઉત્સવના માધ્યમથી લોકો આપણા ઐતિહાસિક વારસાથી વધુ નિકટ આવશે, તેઓ દૃઢ વિશ્વાસ વ્યક્ત કરી તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હીમાં આ વખતની પ્રજાસત્તાક પર્વની ૨૬મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા નું સૂર્યમંદિર રાજપથની  શોભામાં અભિવૃદ્ધિ કરશે. ઉત્કૃષ્ટ શિલ્પ- સ્થાપત્ય અને સંસ્કૃતિ ના બેનમૂન સમન્વયમાં મોઢેરાના સૂર્ય મંદિરની આબેહૂબ ઝલક ટેબ્લોમાં ઉજાગર કરવામાં આવશે.
અંબાજીથી આસનસોલ અને દ્વારકાથી દિબ્રુગઢ સુધીના ભારતના બધા જ પ્રદેશો રાજ્યો એકબીજા સાથે સાંસ્કૃતિક ટાદાત્મ્યથી જાેડાયેલા છે, એવું કહી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, પશ્ચિમ ભારતના મોઢેરા સૂર્ય મંદિરના ઉત્તરાર્ધ ઉત્સવ જેમ જ પૂર્વમાં કોર્ણાક સૂર્યમંદિરમાં ડાન્સ ફેસ્ટિવલ યોજાઈ છે. શક્તિસ્વરૂપા આધ્યા શક્તિનો ઉત્સવ નવરાત્રી ગુજરાતની વૈશ્વિક પહેચાન છે, તો બંગાળનો દુર્ગાપૂજા
શક્તિ-આરાધનાનો સમન્વયકારી ઉત્સવ છે.
આ પ્રસંગે રમત ગમત અને યુવા- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ
પટેલે મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે મોઢેરા ખાતે યોજાઇ રહેલ ઉત્તરાર્ધ ઉત્સવમાં મણિપુરી નૃત્ય, ભારતના સૌથી પ્રાચીન નૃત્યુ શૈલી માનવામાં આવતી ઓડિસી નૃત્ય, કેરલ રાજ્યનું સુપ્રસિધ્ધ શાસ્ત્રીય નૃત્ય કથકલી અને દક્ષિણ ભારતના તામિલનાડુનું ભારતનાટ્યમ નામાંકિત કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે.
આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ
પટેલ,યુવા સાંસ્કૃતિક મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય કરસનભાઈ સોલંકી, પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજનીભાઈ
પટેલ, સંગીતનાટક અકાદમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટ, મહેસાણા કલેકટર
એચ.કે પટેલ, ડી.એસ.પી. ડૉ પાર્થરાજ સિંહ ગોહિલ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News