પાલનપુર એસ.ટી.બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-05 11:45:46
  • Views : 324
  • Modified Date : 2021-06-05 11:45:46

     મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નિર્માણ પામેલ પાલનપુર બસ સ્ટેશન સહિત રાજ્યમાં ૯ બસ સ્ટેશનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર બસ સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતાં.

     મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતના ગરીબ પરિવારોમાં લગ્ન જેવા સામાજિક પ્રસંગે સલામત રીતે આવન-જાવન માટે રાહત દરે એસ. ટી. બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગુજરાતના સાત મોટા શહેરોમાં મુસાફરોને એરપોર્ટ જેવી આધુનિક સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી આધુનિક બસપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે.

     આ પ્રસંગે મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. ૪૩.૭૨ કરોડના ખર્ચથી નિર્માણ પામેલ ૯ જેટલાં બસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં પાલનપુર ખાતે રૂ. ૩.૬૩ કરોડના ખર્ચથી બાંધવામાં આવેલ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. બસોમાં લોકોને સારી પરિવહન સુવિધા પ્રાપ્તા થાય તે માટે નવી અને મીની બસ સહિત એ.સી. બસ એસ.ટી. નિગમ દ્વારા ચલવવામાં આવે છે. તેમણે કહ્યું કે, કોરોના કાળમાં લોકોને યાતાયાતમાં મુશ્કેલી ન પડે તે માટે નફા-નુકશાનની ચિંતા કર્યા સિવાય એસ.ટી. દ્વારા અવિતરત સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. એસ.ટી. નફા-નુકશાન માટેનું નહીં પરંતું લોકોની સેવા માટેનું માધ્યમ છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, વિધાર્થીઓને અભ્યાસ માટે આવવા-જવામાં સરળતા રહે તે માટે પાલનપુર બસ સ્ટેશન પરથી વિધાર્થીઓને માસિક ૩૦૦૦ પાસ રાહત દરે કાઢી આપવામાં  આવે છે અને વિધાર્થીનીઓને માસિક ૧૨૦૦ પાસ રાહત દરે કાઢી આપવામાં આવે છે, આમ કુલ- ૪૨૦૦ જેટલાં પાસ વિધાર્થીઓને અભ્યાસ માટે કાઢી આપવામાં આવે છે. રોજ નોકરી ધંધા માટે અપડાઉન કરતાં લોકોને ૫૦ ટકાના રાહત દરે માસિક ૧૫૦૦ મુસાફર પાસ કાઢી આપવામાં આવે છે. લોકોને સારી પરિવહન સેવા પુરી પાડવા એસ.ટી. નિગમ કટીબધ્ધ છે.

Download Our B K News Today App



Related News