ટ્રાફિક નિયમનના ઉલ્લંઘનમાં 34 ગુનાઓને બદલે 20 ગુનાઓમાં જ ઈ-ચલણ મોકલાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-21 15:43:25
  • Views : 91
  • Modified Date : 2024-01-21 15:43:25

સમગ્ર ગુજરાત સહિત ભારતમાં માર્ગ સલામતીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈ ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક નિયમનો ખુલ્લેઆમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જેમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારને મોબાઈલ નંબર પર SMS દ્વારા ઈ- ચલણ પ્રાપ્ત થશે. જે ચલણ 135 દિવસમાં ભરવાનો સમય આપવામાં આવશે. જો તે સમયગાળા દરમ્યાન તે વ્યક્તિ દ્વારા ઈ-ચલણ ભરવામાં નહી આવે તો તેની સામે કોર્ટ કાર્યવાહી તેમજ જેલની સજા પણ ફટકારવામાં આવી શકે છે.તા. 15 જાન્યુઆરીથી લઈ 15 મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે NIC  ના સહયોગથી 'વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ' હેઠળ ટ્રાફિક નિયમ ભંગ કરનાર માટે ઈ-ચલણ એપ્લિકેશન પણ જાહેર કરવામાં આવી છે. હવે ટ્રાફિક નિયમનના ઉલ્લંઘનમાં 34 ગુનાઓને બદલે 20 ગુનાઓમાં જ ઈ ચલણ મોકલાશે.  જેમાં બસના ફૂટ બોર્ડ પર ઉભા રહેવા માટે ઓટો મેટિક ઈ ચલાન નહી નીકળે. તેમજ ડાર્ક ફિલ્મ ગ્લાસ, ફોર વ્હીલમાં ડ્રાઈવર સીટ પર એકથી વધુ પેસેન્જર બેસાડવાને ઈ ચલણ નહી.  ફેન્સી નંબર પ્લેટ, રિક્ષામાં વધુ પેસેન્જર માટે હવે ઈ-ચલાન નહી. આ તમામ લોકોને ટ્રાફિક પોલીસ ઈ- ચલણ મેન્યુઅલી આપી શકશે. 

Download Our B K News Today App



Related News