ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે ડી.વાય.એસ ઓ અને નાયબ મામલતદારની પરીક્ષાઓ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-02 12:02:19
  • Views : 295
  • Modified Date : 2021-08-02 12:02:19

     દર વર્ષે વિદ્યાર્થીઓ સરકારી ભરતીઓ માં પાસ થઈ અને સારી પોસ્ટ મેળવે તે માટે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા વિવિધ બેઠકો માટે ભરતીઓ પાડવામાં આવતી હોય છે જે અંતર્ગત કોરોનાવાયરસ ની મહામારી ના કારણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનેક સરકારી ભરતીઓ રદ કરવામાં આવી હતી પરંતુ કોરોનાવાયરસ ની મહામારી ઓછી થતાની સાથે હાલમાં ગુજરાત સરકાર દ્વારા ફરી એકવાર સરકારી ભરતીઓ ની પરીક્ષાઓ લેવા માટેની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત આજે સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસ ની મહામારી બાદ ડી વાય એસ અને નાયબ મામલતદાર ની પરીક્ષાઓ યોજવામાં આવી હતી ડીસા ખાતે આવેલ આદર્શ વિદ્યા સંકુલ ખાતે પણ આજે ડી વાય એસ અને નાયબ મામલતદારની પરીક્ષાઓ યોજવામાં આવી હતી જેમાં શાળા સંચાલક મંડળના આયોજક હરેશભાઈ પવાયા તેમજ શિક્ષકગણ દ્વારા પરીક્ષા આપવા આવતા પરીક્ષાર્થીઓ ને સરકાર ની ગાઈડલાઈન મુજબ થર્મનઘનથી ચેકિંગ તેમજ સેનીટાઇઝર કર્યા બાદ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો કોરોનાવાયરસ ની મહામારી બાદ ફરી એકવાર સરકારી ભરતીઓ ની પરીક્ષાઓ શરૂ થતા પરિક્ષાર્થીઓ  ઉત્સાહ સાથે પરીક્ષા આપવા આવતા નજરે પડ્યા હતા.

Download Our B K News Today App



Related News