દ્વારકાના ખંભાળિયામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-26 17:45:17
  • Views : 64
  • Modified Date : 2024-06-26 17:45:17

ચોમાસાની શરુઆતમાં જ રાજ્યમાં વરસાદ ધોધમાર વરસ્યો છે. દ્વારકાના ખંભાળિયામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ખંભાળિયાના નગર ગેટ સહિતના મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. ખંભાળિયાના સોનીબજાર, લુહારશાળ, ગુજરાત મીલ,રામનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદ વરસે તેવી સંભાવના છે. હવામાન વિભાગે પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ અહીં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

Download Our B K News Today App



Related News