દ્વારકા પોલીસે સ્થાનિક બોટ પર લગાવ્યા QR કોડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-20 13:31:47
  • Views : 351
  • Modified Date : 2024-03-20 13:31:47

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માછીમારી કરતી બોટ પર ઓપરેશન ટિક હેઠળ ક્યુ આર કોડ લગાવવામાં આવ્યા.આ ક્યુ આર કોડ સ્કેન કરતાની સાથે પોલીસ , નેવી સહિતની સુરક્ષા એજન્સીઓને બોટ અંગેની સંપૂર્ણ વિગતો મળી રહેશે.દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ 4 હજાર જેટલી બોટ અને સલાયા બંદરની 600 જેટલી બોટ પર ઓપરેશન ક્લિક હેઠળ ક્યુ આર કોડ લગાવવામાં આવશે.ગુજરાતમાં સૌથી મોટો દરિયા કાંઠો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગથી ડ્રગ્સની હેરફેરના કિસ્સા વધ્યા છે. જેના પગલે સ્થાનિક બોટ પર QR કોડ લગાવ્યા છે. જે ઓફલાઈન પણ કાર્યરત હશે.અગાઉ સલાયા બંદરથી ઘૂસણખોરી થતી હોવાના બનાવો પણ સામે આવ્યા હતા. ત્યારે બોટ પર ક્યુ આર કોડ લગાવવાથી માછીમારોને પણ સરળતા રહેશે. જ્યારે બોટ પર આ પ્રકારના QR કોડ લગાવાથી સુરક્ષા એજન્સીઓને અસામાજીક અને આતંકી પ્રવૃતિઓ રોકવામાં મદદ મળશે.

Download Our B K News Today App



Related News