દ્વારકા: ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્તા જળાશયોમાં પાણીની આવક થઈ, ભાણવડ નજીક આવેલા વર્તુ2 ડેમના 10 દરવાજા ખોલાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-24 16:55:08
  • Views : 223
  • Modified Date : 2024-07-24 16:55:08

ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્તા જળાશયોમાં પાણી આવક થઈ રહી છે. ત્યાં દ્વારકાના ભાણવડ નજીક આવેલા વર્તુ2 ડેમના 10 દરવાજા ખોલાયા છે. 10 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવતા ગામોમાં પાણી ભરાયા છે. રાવલ ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે. હર્ષદ, ગાંધવી, ગોરાણા સહિતના 14 ગામોને એલર્ટ કરાયા છે.અતિભારે વરસાદથી ગુજરાતના મોટાભાગના ડેમોમાં પાણીની ભરપૂર આવક થયો છે. તાપીના ઉકાઈ ડેમમાં દર કલાકે 1,22,000થી વધુ ક્યૂસેક પાણીની આવક થઈ છે. દમણગંગા ડેમમાં 42 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે. કરજણ ડેમમાં દર કલાકે 1,16,000 ક્યૂસેક પાણીની આવક થઈ છે.ભાદર-2 ડેમમાં 10 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે. સરદાર સરોવર ડેમમાં 25 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 50 ડેમ હાઈએલર્ટ પર છે. 50 ડેમમાં પાણીનો જથ્થો 90 ટકાથી વધારે છે. જેમાં 10 ડેમમાં વોર્નિંગ સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જ્યારે 9 ડેમ એલર્ટ પર છે.

 

Download Our B K News Today App



Related News