દ્વારકા: વરસાદ ન હોવા છતા બજારોમાંથી નથી ઓસર્યા પાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-21 17:08:24
  • Views : 65
  • Modified Date : 2024-07-21 17:08:24

દ્વારકામાં બે દિવસ ભારે વરસાદ વરસ્યો છે. આજે દ્વારકામાં વરસાદ ન હોવા છતા પણ કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી. ભદ્રકાલી ચોક, ત્રણ બત્તી અને રબારી ગેટ વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદ બંધ હોવા છતા પણ બજારો જળમગ્ન થયા છે. દ્વારકાના બજારોની હાલત કફોડી છે.બીજી તરફ આજે પૂનમ હોવાથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી છે. દ્વારકામાં શ્રદ્ધાળુઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બજારમાં ધંધા રોજગાર પણ બંઘ છે. સ્થાનિક બજારોમાં પાણીની સાથે ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળ્યુ છે. દ્વારકામાં ઠેર – ઠેર ગંદકી જોવા મળી છે. ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ શક્યતા છે. આ ત્રણેય વિસ્તારમાં પાલિકા હવે પાણીના પંપ લગાવશે.

Download Our B K News Today App



Related News