દ્વારકામાં આગામી 12-21મી મે સુધી આર્મી ભરતી મેળો યોજવામાં આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 11:57:06
  • Views : 387
  • Modified Date : 2020-03-12 11:57:06

દેવભૂમિ દ્વારકામાં એનડીએચ હાઈસ્કૂલ મેદાનમાં આગામી 12 મેથી 21 મે સુધી આર્મી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ,ભુજના જામનગર એઆરઓના કાર્યક્ષેત્રમાં આવતા જિલ્લાના યુવાનો માટે જ ભાગ લેવાની જોગવાઈ કરવામાં આવી છે.આમ આ આર્મી ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છતા યુવાનો જોઇન ઈન્ડિયન આર્મીએનઆઈસીડોટઇન પર 13મી માર્ચથી 26મી એપ્રિલ સુધી અરજી કરી શકશે.જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ  ઈમેલ આઈડી,મોબાઈલ નંબર તેમજ અન્ય વિગતો ઓનલાઇન અરજીમાં દર્શાવવાની રહેશે.આમ આ ભરતીમાં સોલ્જર જનરલ,જનરલ ડ્યુટી સોલ્જર,ટ્રેડમેન,સોલ્જર ટેક્નિકલ,સોલ્જર નર્સિંગ,આસિસ્ટન્ટ સોલ્જર ક્લાર્કની પોસ્ટ પર ઉંમર અને લાયકાત તથા શારીરિક ક્ષમતાની ચકાસણી કરીને ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.જેમાં જામનગર,પોરબંર,રાજકોટ,અમરેલી,ભાવનગર,જૂનાગઢ,સુરેન્દ્રનગર,કચ્છ,ગીર, સોમનાથ,બોટાદ,મોરબી,દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાના અને દીવ (કેન્દ્રશાસિત પ્રદેશ)ના યુવાનો ભાગ લઈ શકશે.

Download Our B K News Today App



Related News