જસરામાં મહાશિવરાત્રીના અશ્વ મેળાનો ધ્વજારોહણ કરીને શુભારંભ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 11:18:47
  • Views : 377
  • Modified Date : 2020-02-19 11:18:47

લાખણી તાલુકાના જસરા ગામમાં   મહાશિવરાત્રીનો  મેગા અશ્વ શો  દર વર્ષે યોજાય છે. ત્યારે આ વખતે પણ ચાર દિવસનો આ મેગા અશ્વ શોનો  બુઢેશ્વર મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરીને પ્રારંભ કરવામાં આવ્યો. પ્રથમ દિવસે દેવાધિદેવ મહાદેવ ઉપર રૂદ્રાભિષેક અને આરતી કરીને મેળો સફળ થાય તેવા આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ હરીફાઈમાં ભાગ લેવા આવનાર જાતવાન અશ્વો અને તેમના માલિકો મહાદેવના મંદિરે આવીને  મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવે સહિત તમામ લોકો વાજતે ગાજતે જય ઘોષ સાથેની સાથે અશ્વ મેદાન  તરફ પ્રયાણ કર્યુ હતું. ત્યાં વચ્ચે-વચ્ચે તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવતું હતું. મેળા સમિતીના અધ્યક્ષ ઘોડેસવાર થઈને અશ્વ મેદાનમાં પ્રજાનું અભિવાદન જીલ્યું હતું. પ્રથમ દિવસે મેળામાં પોલીસ દળના અશ્વોએ વિવિધ  કરતબો બતાવી હતી અને ડોગ શો પણ યોજાયો હતો. આમ ૪ દિવસના મેળાનો દબદબાભેર પ્રારંભ થયો હતો અને લોકો મેળાની મોજમાં જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News