દુષ્કર્મ પીડિતા રોડ એક્સિડન્ટમાં ઘાયલ, પોલીસે કહ્યું- આરોપીની લિંક ભાજપના ધારાસભ્ય સાથે છે કે નહીં તેની તપાસ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-29 15:20:50
  • Views : 415
  • Modified Date : 2019-07-29 15:20:50

ભાજપ ધારાસભ્ય કુલદિપ સિંહ સેંગર પર દુષ્કર્મનો આરોપ લગાવનાર પીડિતા અને તેના પરિવારનો રાયબરેલી જતી વખતે એક્સિડન્ટ થયો હતો. રવિવારે એનએચ 32 પર અટોરા ગામ પાસે વરસાદ દરમિયાન એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. આ એક્સિડન્ટમાં પીડિતાની માસી અને કાકીનું મોત થઈ ગયું છે. જ્યારે પીડિતા, તેન મોટી બહેન અને વકીલની સ્થિતિ ગંભીર છે.

એડીજી લખનઉ રેન્જ રાજીવ કૃષ્ણાએ જણાવ્યું કે, પીડિતાના કાકા મહેશ કુમારની ફરિયાદના આધારે કેસ નોંધી લેવામાં આવ્યો છે. તેમણે આ કેસની સીબીઆઈ તપાસ કરાવવાની માંગણી કરી છે. અમે આ વિશે અધિકારીઓને રિપોર્ટ સોંપ્યો છે. તેના આધારે કેસ ઈન્ટેલિજન્સ એજન્સીઓને સોંપવામાં આવશે. ટ્રક ડ્રાઈવર, ક્લીનર અને તેના માલિકની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમના કોલ રેકોર્ડ સાથે કુલદીપ સિંહ સેંગર અથવા તેના અંગત લોકોની લિંક તપાસવામાં આવી રહી છે. ઘટના સ્થળપર ફોરેન્સિક ટીમને પણ મોકલવામાં આવી છે. કાર અને ટ્રકની સામ-સામે ટક્કર થઈ છે. બીજી બાજુ ડીજીપી ઓપી સિંહ પણ ઘાયલ પીડિતાને મળવા ટ્રોમા સેન્ટર પહોંચ્યા છે. તેમણે જણાવ્યું છે કે, પીડિતાને જીવનું જોખમ નથી.

Download Our B K News Today App



Related News