દાંતાના નવાવાસ ગામમાં ગટરના દૂષિત પાણીની લોકો ત્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-24 11:55:11
  • Views : 305
  • Modified Date : 2020-06-24 11:55:11

 દાંતા તાલુકાના નવાવાસ ગામમાં મુખ્ય માર્ગો પર દિવસ દરમિયાન લોકોની અવરજવર વધારે જોવા મળે છે, એવા માર્ગો પર ગટરના દૂષિત
પાણીની નદીઓ વહે છે. બે દિવસ પૂર્વે મીડિયામાં આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેમ છતાં ગ્રામ
પંચાયતના સરપંચ અને તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.
દાંતા તાલુકાના નવાવાસ ગામમાં છેલ્લા ઘણા દિવસથી જાહેર રસ્તાઓ પર ગટરના દૂષિત પાણી ઉભરાવવાની સમસ્યા રોજિંદી બની ગઈ છે. ગામમાં વગર વરસાદે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે.
તાજેતરમાં કોરોના મહામારીને પગલે લોકો પોતાના   સ્વાસ્થ્યને લઈને ભયભીત છે. ત્યારે દાંતા તાલુકાના નવાવાસ ગામમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત
પાણીની નદીઓ વહી રહી છે અને જે મુખ્ય માર્ગો પર દિવસ દરમિયાન લોકોની અવરજવર વધારે પ્રમાણમાં જોવા મળે છે ત્યાંજ આખો દિવસ દૂષિત
પાણી વહી રહ્યું છે. માર્ગ પરથી પ્રસાર થતા સ્થાનિક લોકોને આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્‌યું છે. ગ્રામના સરપંચ દ્વારા ગામની ભોળી પ્રજા સામે દૂષિત પાણીના નિકાલ માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે. પણ સરપંચ દ્વારા આ ગટરના ગંદા પાણી બંધ થાય ને ગામની દૂષિત
પાણીની રોજિંદી સમસ્યા દૂર થાય એવા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. ઉલ્લેખનીય છે કે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જવાના રસ્તા પર ગટર આવેલી છે, જે કેટલાય સમયથી સાફ કરવામાં આવી નથી. આ ગટરમાં નકામો ઘાસચારો અને કચરાના ઢગલા જોવા મળે છે. ગામના મહિલા સરપંચ કિરણબેન સુથાર આ બાબતે આંખ આડા કરતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂક્યો છે. ત્યારે વહેલી તકે આ ગંદા
પાણીની સમસ્યાનો સરપંચ તથા તલાટી યોગ્ય નિકાલ લાવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News