શિહોલીમોટીમાં તંત્રના પાપે એક મહિનાથી દુષિત પાણી પીતા ગ્રામજનો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 11:03:07
  • Views : 277
  • Modified Date : 2020-12-29 11:03:07

તાલુકાના શિહોલી મોટી ગામમાં સાદરા રોડ વિસ્તારમાં રહેતા રહીશો એક મહિના કરતા વધુ સમયથી દુષિત
પાણી આવી રહ્યું છે. પાણીની લાઇન લીકેજ થવાના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ સરપંચને રજૂઆત કરવા છતા બહેરા કાને વાત પડતી નથી. એક તરફ કોરોના ચાલી રહ્યો છે. ત્યારે જાે પાણી જન્ય રોગચાળો ફાટી નિકળશે તો જવાબદારી કોની ? જાે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહિ આવે તો પંચાયત કચેરીનો ઘેરાવ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
શિહોલી મોટી ગામમાં વિકાસના મીંડુ જાેવા મળી રહ્યું છે. ગામના નાગરિકોની સુવિધા પ્રત્યે તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. જ્યા જુઓ ત્યા દબાણનો રાફડો ફાટી નિકળ્યો છે. તે તરફ ગામના સરપંચની નજર પહોચતી નથી. પરંતુ રોજીંદી જરૂરિયાતો ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. સાદરા રોડ સધી માતાજીના મંદિરવાળા વિસ્તારમાં રહેતા લોકોને પાણા પુરી પાડવા માટેની પાણીની લાઇન નાંખવામાં આવી છે. જે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી લીકેજ થઇ છે.
આ વિસ્તારના નળમાં ડહોળંુ પાણી આવી રહ્યું છે. સ્થાનિકોએ આ બાબતે રોગચાળો ફાટી નિકળવાની દહેશત સેવી છે. તે ઉપરાંત ગામના સરપંચને પણ રજૂઆત કરી છે. પરંતુ જાડી ચામડીના થઇ ગયેલા સત્તાધિશો આ બાબતે મગનું નામ મરી પાડતા નથી. પરિણામે સ્થાનિકોમા રોષ જાેવા મળી રહ્યો છે. આ સમસ્યાનો ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં નહિ આવે તો ગ્રામ પંચાયત કચેરીનો ઘેરાવ કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Download Our B K News Today App



Related News