દિયોદરમાં લોકડાઉન સફળ પણ આઇકાર્ડનો દુરૂપયોગ અટકાવવો જરૂરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-05 11:23:33
  • Views : 589
  • Modified Date : 2020-04-05 11:23:33

દિયોદર શહેર અને
તાલુકાના ગામડાઓમાં  લોકડાઉનની સીધી અસર જોવા મળી રહી છે. ગામડાઓમાં લોકો સ્વયંભૂ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે દિયોદર શહેરમાં પણ લોકડાઉનનું
સંપૂર્ણપણે પાલન પ્રજા કરી રહી છે. પણ ક્યાંક ક્યાંક ભણેલા ગણેલા વહેપારીઓ બિનજરૂરી રીતે જીવન જરૂરી આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય પણ દુકાનદારો દુકાનો ખોલતા નાછૂટકે પોલીસ પણ કડકાઇ વર્તી રહી છે.  દરોજ બે પાંચ વેપારીઓ વિરુદ્ધ ૧૮૮ મુજબ ગુહો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે. ત્યારે અભણ લોકો પણ લોકડાઉન શુ છે અને શા માટે છે ? તે સમજી બહાર નથી નીકળતા. ત્યારે આવા લોકોએ પણ સમાજ હિત અને પોતાના પરિવારના હિતમાં લોકડાઉન રહે તે જરૂરી છે. આમ દિયોદરમાં લોકડાઉન સંપૂર્ણપણે અમુક અપવાદો બાદ કરતા સફળતા યથાવત રહેવા
પામેલ છે. વહીવટીતંત્ર પણ જોરદાર કામે લાગેલ છે અને લોકોને બહાર ન નીકળવા સતત અપીલ કરી રહ્યા છે.


Download Our B K News Today App



Related News