જૂનાગઢમાં વાહનચેકિંગ દરમિયાન બાઇકચાલકે સબ ઈન્સપેક્ટરને ફંગોળી નાખ્યો, હોસ્પિટલ ખસેડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-04 17:18:11
  • Views : 46
  • Modified Date : 2025-04-04 17:18:11

જૂનાગઢના વંથલી હાઇવે પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બાઇકચાલકે વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક સબ ઈન્સપેક્ટરને જ અડફેટે લઈ લીધા હતાં. જેના કારણે સબ ઈન્સપેક્ટરને પગમાં ઈજા પહોંચી હતી તેમજ બાઇકચાલકને પણ સામાન્ય ઈજા થઈ હતી. સબ ઈન્સપેક્ટરને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

મળતી માહિતી મુજબ, જૂનાગઢ જિલ્લાના વંથલી હાઇવે પર ટ્રાફિક પોલીસ દ્વારા રૂટિન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક બાઇકચાલકે ફરજ પર હાજર ટ્રાફિક સબ ઈન્સપેક્ટર રવિદાન ગઢવીને અડફેટે લીધા હતાં. જેના કારણે સબ ઈન્સપેક્ટરને પગે ઈજા પહોચી હતી. હાલ, ઈજાગ્રસ્ત પોલીસકર્મીને નજીકની હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા છે. 


Download Our B K News Today App



Related News