કોરોનાની સારવાર દરમ્યાન બિન જરૂરી વધેલી દવાનું એકત્રીકરણ કરી એન.એસ.એસ. યુનિટ પાટણ દ્વારા જરૂરિયાતમંદને પહોચાડવમાં આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-13 13:47:24
  • Views : 227
  • Modified Date : 2021-06-13 13:47:24

     કોરોનાની મહામારી વચ્ચે તમામ લોકો એક સાથે મળીને આપણી તથા આપણા પરિવાર અને રાષ્ટ્ર માટે મદદરૂપ થઈ આ મહામારીમાંથી બહાર નિકળવાનો પ્રયત્ન કર્યા હતા અને તેમાં તમામ નાગરિકોનો સહયોગ મળી રહે તે હેતુ થી એન.એસ.એસ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા બિનજરૂરી અને નિરુપયોગી દવાઓના એકત્રીકરણ અર્થે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

     કોવિડ - ૧૯ માં જે પણ લોકો સંક્રમિત થયા બાદ સ્વસ્થ થઈ ગયા હોય તેમની પાસે વધારાની બિનજરૂરી દવાઓ પડી હોય છે , તે દવાઓનું એકત્રીકરણ કરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું અભિયાન શરૂ કરવામાં આવેલ હતું. આ અભિયાન અંતર્ગત એન.એસ.એસ યુનિટ સરકારી ઈજનેરી કોલેજ પાટણ દ્વારા સમગ્ર યુનિવર્સિટીમાંથી સહુથી વધુ દવાઓનું એકત્રીકરણ કરીને યુનિવર્સિટીમાં જમા કરવામાં આવી હતી. એન.એસ.એસ યુનિટ દ્વારા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર દવા એકત્રીકરણનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનમાં એન.એસ.એસ ના કુલ ૫૫ જેટલા સ્વયંસેવકોએ પોતાના અથાક પ્રયત્નબળે ઘરે - ઘરે જઈ દવાઓનું એકત્રીકરણ કર્યું હતું.

Download Our B K News Today App



Related News