વડોદરામાં 3 વર્ષની દીકરીએ અડધી રાત્રે કોરોનાગ્રસ્ત માતાને મળવાની જીદ કરી, પિતા કાંગારુ બેગમાં લીધી, PSIએ વ્યવસ્થા કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 13:33:43
  • Views : 525
  • Modified Date : 2021-04-24 13:33:43

    કોરોના કાળમાં માનવતાના અવનવા કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન કોરોનાગ્રસ્ત માતાને મળવાની જીદ કરનાર 3 વર્ષની પુત્રીને પિતા કાંગારૂ બેગમાં લઇને હોસ્પિટલ જવા માટે નીકળી પડ્યા હતા. રસ્તામાં પિતાએ મહિલા પીએસઆઇએ રોક્યા હતા અને બાળકીને આ રીતે લઇને ક્યાં જઇ રહ્યા છો, તેમ પૂછ્યું હતું. જોકે, સમગ્ર બાબતની જાણ થયા બાદ મહિલા પીએસઆઇએ પિતા-પુત્રીને હોસ્પિટલ અને ઘરે લઇ જવા માટે પોલીસ વાનની વ્યવસ્થા કરી આપી હતી.

    વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી યજ્ઞપુરુષ રેસિડેન્સીમાં જશવંત પાટીલ, પત્ની અને પુત્રી સાથે રહે છે. જશવંત પાટીલના પત્ની કોરોનાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેથી માતાથી દૂર થઇ ગયેલી દીકરીએ માતાને મળવાની જીદ પકડી હતી. માતાને ચહેરો જોયા વગર દીકરી ઇશાની જમવા માટે તૈયાર નહોતી, જેથી દીકરીની જીદ આગળ પિતાએ નમતુ જોખ્યું હતું.

    જોકે, વડોદરા શહેરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો હોવાથી પિતા મુંઝવણમાં મૂકાઇ ગયા હતા. છેવટે દીકરીને કાંગારૂ બેગમાં લઇને બાઇક પર હોસ્પિટલમાં જવા માટે નીકળી ગયા હતા. જોકે રાત્રિ કર્ફ્યૂ ચાલતો હોવાથી જસંવતભાઇ પોલીસે રસ્તામાં જ રોકી લીધા હતા. અને ફરજ પર હાજર મહિલા પીએસઆઈ કે.એચ રોયલાએ દીકરીને આ રીતે કેમ લઇને નીકળ્યા છો, તેવો સવાલ કર્યો હતો. જેથી પિતાએ મહિલા પીએસઆઇને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી મહિલા પીએસઆઇએ પિતા અને પુત્રીને હોસ્પિટલ અને ત્યાંથી ઘરે જવા માટે પોલીસ વાનની વ્યવસ્થા કરી આપી હતી.

    મહિલા પીએસઆઇ જસવંતભાઇની દીકરીને માતાની હૂંફ આપી હતી અને પિતા-પુત્રી માટે જમવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. આમ મહિલા પીએસઆઇએ પોતાની ફરજની સાથે સાથે માનવતા દાખવી હતી.


Download Our B K News Today App



Related News