ચોમાસા દરમિયાન છેલ્લા દોઠ માસથી વરસાદ ન થતાં બનાસની ધરતી કોરીધાકોર પડી છે જેના કારણે ખેડૂતોએ મોટા મોટા ખર્ચા કરીને કરેલું વાવેતર વરસાદ ન પડતાં બળીને ખાખ થઈ રહ્યું છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-24 12:04:12
  • Views : 275
  • Modified Date : 2021-08-24 12:04:12

     બનાસકાંઠામાં છેલ્લા ચાર વર્ષથી વરસાદ નહિવત થઈ રહ્યો છે ત્યારે છેલ્લા ચાર વર્ષ પછી દાંતીવાડા તેમજ શિપુ ડેમનું પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું નથી જેનું મુખ્ય કારણ ઉપરવાસમાં વરસાદ નહિવત હોવાના કારણે દાંતીવાડા તેમજ સીપુ ડેમ ભરપૂર થતાં નથી જેના લીધે પાણી છોડવામાં આવતું નથી...તેમજ વરસાદ નહિવત હોવાના કારણે ખેડૂતો પણ ભૂગર્ભજળનો સહારો લઈ રહ્યા છે ત્યારે ભુગર્ભ જળ પણ દિવસને દિવસે ઘટતા બનાસકાંઠા માટે ભવિષ્યમાં ખતરો પેદા થાય તેવું દેખાઈ રહ્યું છે..જેમાં વર્ષે છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ના આવતા ખેડૂતોને દુષ્કાળની ભીતિ સેવાઈ રહી છે.ત્યારે ચોમાસુ સીઝન પણ સારી થઈ નથી જેમાં ખેડૂતોએ મોટા મોટા ખર્ચા કરીને કરેલું વાવેતર વરસાદ પડતાં બળીને ખાખ થઈ રહ્યું છે...બનાસકાંઠાના ખેડૂતો તેમજ લોકોને સૌથી મૂંઝવતો પ્રશ્ન પાણીનો છે ત્યારે છેવાડાના વિસ્તારમાં ભૂગર્ભજળ પણ ખલાસ થઈ ગયું છે ત્યારે ભૂગર્ભજળ આધારિત ખેતી કરતા ખેડૂતોને અત્યારના સમયમાં તળ ઉંડા જતા બે ગણો ખર્ચો આવી રહ્યો છે જેમાં ભૂગર્ભજળનું તળ ઉંડા જતા લાઈટબિલ પહેલાના સમય કરતા બે ગણું ભરવું પડે છે તેમજ સબમર્સીબલ મોટરો બળી જવાનો બનાવો વધતા તેમાં પણ ખૂબ મોટા ખર્ચા આવી રહ્યા છે.જેથી સરકાર કાચી નહેરોમાં પાણી છોડે તેમજ તળાવો ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News