કોરોના કાળમાં ગૌવંશને સહાય માટે પરમ ધર્મસંસદ 1008 દ્વારા થરાદના નાયબ કલેકટર અને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-04 12:01:08
  • Views : 225
  • Modified Date : 2021-06-04 12:01:08

     કોરોનાના કપરા કાળમાં ગૌશાળાઓની હાલત કફોડી થતાં પરમ ધર્મસંસદ 1008 દ્વારા સહાયની માગ સાથે થરાદના નાયબ કલેકટર અને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું . આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ વખતે કોરોના મહામારીમાં કફોડી સ્થિતિ સર્જાઈ છે.ગૌશાળા પાંજરાપોળોને મળનારું દાન પણ બંધ થઇ ગયું છે અને મોઘવારીનાં કારણે દેવું થવા લાગ્યું છે. આવા કપરા સંજોગોમાં સરકારે ગૌશાળા પાંજરાપોળોને સહાય કરવી જોઇએ. પાડોશી રાજ્ય રાજસ્થાનમાં સરકારના ગોપાલન વિભાગ દ્વારા પ્રતિ ગૌવંશ પ્રતિદિન રૂ. 40 ની સહાય અપાય છે. આથી પરમ ધર્મસંસદ 1008 ગુજરાત પ્રદેશ પરમ ધર્મસભા ગુજરાત દ્વારા હાલમાં ગુજરાતમાં એક વર્ષ સુધી ગૌવંશ અને અબોલ પશુઓને બચાવવા પ્રતિપશુ પ્રતિદિન રૂ .50 ની રોકડ સહાય સરકારે આપવી જોઇયે તેવી માગણી કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News