દિયોદરમાં જનતા રેડ દરમિયાન પોલીસ દ્વારા ઠાકોર સમાજના લોકો સામે ફરિયાદ દાખલ કરતા થરાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-22 11:20:51
  • Views : 260
  • Modified Date : 2022-03-22 11:20:51

તાજેતરમાં જ દિયોદર પાસે ઠાકોર સમાજ દ્વારા જનતા રેડ કરી મોટા પ્રમાણમાં ગાડી અને દારૂ ઝડપી પાડી પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો જે બાદ આ ઘટનામાં બુટલેગરો દ્વારા જનતા રેડમાં સામેલ ઠાકોર સમાજના લોકો સામે ફરિયાદ દાખલ કરતા આજે થરાદ પ્રાંત કચેરી ખાતે ઠાકોર સમાજના આગેવાનોએ બૂટલેગરો સામે યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું હતું.

બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાના કારણે રોજબરોજ બુટલેગરો દ્વારા રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં પણ આવે છે અને પીવા માં પણ આવે છે ત્યારે તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ના માર્ગદર્શન હેઠળ દિયોદર પાસે ઠાકોર સમાજ દ્વારા મોટા પ્રમાણમાં ગાડી સાથે દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો આ જનતા રેડ દરમિયાન ઠાકોર સમાજના લોકોએ દારૂ અને ગાડી સાથે એક ઇસમની અટકાયત કરી પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.જે બાદ આ સમગ્ર ઘટનામાં બુટલેગરો દ્વારા જનતા રેડમાં સામે ઠાકોર સમાજના લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેથી પોલીસે જનતા રેડમાં સામેલ બે લોકો સામે ફરિયાદ દાખલ કરી છે આ સમગ્ર ઘટના બાબતે હાલમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વસતા ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસની આ કાર્યવાહી સામે ઠાકોર સમાજ પણ ઉગ્ર બન્યો છે જે અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં જિલ્લામાંથી ઉપસ્થિત થયા હતા અને જનતા રેડ દરમિયાન ઠાકોર સમાજના આગેવાનો સામે કરવામાં આવેલી ફરિયાદ પાછી ખેંચવા મામલે થરાદ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું સાંજે ઠાકોર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે એક તરફ સરકાર સમગ્ર ગુજરાતમાં દારૂબંધીનું રટણ કરી રહી છે પરંતુ બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં રોજબરોજ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહી છે અને તાજેતરમાં જ ઠાકોર સમાજ દ્વારા દિયોદર પાસેથી મોટા પ્રમાણમાં દારૂ ગાડી અને ઈસમ સાથે એક વ્યક્તિને ઝડપી પાડી પોલીસ હવાલે કરવામાં આવે છે તેમ છતાં પણ ઠાકોર સમાજ ના લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે જો આ ફરિયાદ પાછી ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં ઠાકોર સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઠાકોર સમાજના આગેવાનોએ ઉચ્ચારી હતી.

Download Our B K News Today App



Related News