ભીલડી ખાતે રહેતી એક નાની બાળા રમઝાન માસમાં રોઝા રાખીને કોરોનાની મહામારીમાંથી સમગ્ર વિશ્વને બચાવો તેવી દુઆ કરી રહયી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-11 11:39:38
  • Views : 341
  • Modified Date : 2021-05-11 11:39:38

     મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસમાં ચાલી રહ્યો છે ત્યારે ભીલડીમાં નાના બાળકો પણ રોઝા રાખીને અલ્લાહની ઇબાદત કરી રહ્યા છે.ત્યારે આવીજ એક નાની બાળા ભીલડી ખાતે રહેતા એક વેપારી અગ્રણી સોયબભાઈ મેમણની દીકરી સાનિયાબાનું જેની ઉંમર વર્ષની છે તે પણ રમઝાન માસમાં રોઝા રાખીને પોતાનો ધર્મ નિભાવી રહી છે.રમઝાન માસમાં એક રોઝાનો સમય 15 કલાક જેટલા ભૂખ્યા અને તરસ્યા રહેવાનું હોય છે. આવી કોરોનાની મહામારી પણ ભૂખ્યા અને તરસ્યા રહેવું પણ એક કુદરતની શકિત છે. નાની બાળકી રોઝા રાખી અને ખુદા પાસે દુઆ કરે છે કે કોરોનાની મહામારીમાંથી દેશને બચાવો અને જે લોકો બીમાર છે તે લોકો જલ્દી સાજા થઈને પોતાના ઘર-પરિવાર પાસે જાય એવી દુઆ કરે છે.

Download Our B K News Today App



Related News