દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ચોતરફ ઠંડક પ્રસરી ગઈ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-05 11:11:57
  • Views : 297
  • Modified Date : 2022-08-05 11:11:57


ડીસામાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ચોતરફ ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે ડીસામાં અત્યાર સુધી સિઝનનો કુલ 55 ટકા વરસાદ નોંધાયો છે..ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વર્ષે ચોમાસા ઋતુની શરૂઆત થતાની સાથે સારો એવો વરસાદ શરૂ થયો છે ગત વર્ષની સરખામણીમાં વર્ષે જિલ્લામાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે નહિવત વરસાદના કારણે વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાઇ હતી..જેને લઇ ખેડૂતો સહીત સ્થાનિક લોકો ભારે ચિંતામાં હતા પરંતુ વર્ષે શરૂઆતમાં સાર્વત્રિક વરસાદથી જિલ્લા વાસીઓએ રાહત અનુભવી છે ત્યારે આજે ડીસામાં આજે બપોરના સમયે ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદે વિરામ લેતા છેલ્લા ત્રણ દિવસથી લોકો ભારે ઉકળાટ અને બફારાનો અનુભવ કરી રહ્યા હતા તે દરમિયાન વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરના સમયે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થયો હતો.સતત અડધો કલાક સુધી ભારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના માર્ગો પર વરસાદના કારણે પાણી પાણી થઈ ગયા હતા.ત્યારે ફરી વરસાદી વાતાવરણ બનતા અને ધોધમાર વરસાદ થતાં ખેતી પાકને ફાયદો થવાની આશાએ ખેડૂતો ખુશખુશાલ થયા હતા. ડીસામાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો કુલ 55 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે જિલ્લામાં 63% વરસાદ થયો છે.. . .

Download Our B K News Today App



Related News