અમદાવાદમાં કર્ફ્યુ દરમિયાન, લોકો ફરતા જોવા મળ્યા હતા, દુકાનો પણ હાફ શટલ્સની સાથે ખુલી હતી, પોલીસ બક્ષિસ બની હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 10:55:18
  • Views : 237
  • Modified Date : 2021-03-19 10:55:18

    અમદાવાદમાં કોરોનાના કેસો દિવાળી દરમિયાનની સ્થિતિએ પહોંચી ગયાં છે. ત્યારે શહેરમાં ફરીવાર સંક્રમણને રોકવા માટે આકરા પગલાં લેવામાં આવ્યાં છે. શહેરમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. તે છતાંય લોકો ગંભીરપણાને ભુલીને બેફામ થઈને ફરતાં જોવા મળી રહ્યાં છે. શહેરમાં ગઈકાલે રાત્રે અનેક ટ્રાફિક સિગ્નલો પર વાહનોની ભીડ જોવા મળી હતી. સોસાયટીઓ બહાર લોકો ટોળે વળીને બેઠેલા જોવા મળ્યાં હતાં. તે ઉપરાંત કર્ફ્યૂ હોવા છતાં અનેક દુકાનો અડધુ શટલ ખુલ્લુ રાખીને ખુલ્લી રહી હોવાનું પણ નજરે પડ્યું હતું. આ દરમિયાન પોલીસ પણ મુકપ્રેક્ષક બનીને બધુ જોઈ રહી હતી.

    શહેરના પશ્ચિમ વિસ્તાર જ્યાં મોટી સંખ્યામાં લોકો બેસવા માટે એસ.જી.હાઇવે પર આવતા હતા,અલગ અલગ કેફે મોડી રાત સુધી લોકોની ભીડથી ભરેલા રહેતા હતા, હોટલ,રેસ્ટોરન્ટ અને ઢાબા પર લોકોની અવરજવર રહેતી હતી તે તમામ જગ્યાઓ કરફ્યુ ના સમય અગાઉ જ બંધ થઈ હતી.જ્યાં લોકોની ભીડ રહેતી હતી તેવા રોડ રસ્તા અને દુકાનો ખાલીખમ અને સૂમસામ બન્યા હતા. પેટ્રોલપંપ અને દવાની દુકાન સિવાય તમામ દુકાનો સંપૂર્ણ બંધ જોવા મળી હતી.રસ્તા પર ક્યાંક એકલ દોકલ લોકો ચાલતા જોવા મળ્યા હત પરંતુ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન લોકો દેખાયા નહોતા.

    અગાઉ સંપૂર્ણ લોકડાઉન અને બાદમાં રાત્રિ કરફ્યુ રાખવામાં આવેલું જ છે જેને તમામ લોકોને અનુભવ છે જેથી લોકોએ આ વખતે રાત્રિ કરફ્યુ નું સ્વેચ્છાએ જ પાલન કર્યું હતું. શહેરનો હાઇવે રોડ હોવાથી બહાર આવતા કેટલાક વાહનો જતાં જોવા મળ્યા હતાં પરંતુ પોલીસ દ્વારા તમામ લોકોને પૂછપરછ કરીને જવા દેવામાં આવતા હતા.કામ વિના બહાર નીકળેલ લોકો સામે પણ પોલીસે કાર્યવાહી કરી હતી.

    વાહનોની એટલી અવરજવર હતી કે જરાય લાગે નહીં કે શહેરમાં રાત્રી કર્ફ્યૂ છે આ તમામ ની વચ્ચે પોલીસ પણ પસાર થઈ હતી તેઓ માત્ર સાયરન વગાડી ને લોકો ને વોર્નિંગ આપી હતી પણ તેઓ એ કોઈની સામે કાર્યવહી કરી નહતી. તેઓ પણ મુખપ્રેક્ષક બની ને આ બધી ગતિવિધિઓ નજરઅંદાજ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું. કોઈ જગ્યાએ પોલીસ ના ચેકપોઇન્ટ ન હતા એટલે લોકો બેફિકર થઈ ને ફરી રહ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા, કૃષ્ણનગર અને નિકોલમાં રાત્રી કર્ફ્યૂને લઈને રોડ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા.

    શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તરમાં કર્ફ્યૂ સમય દરમિયાન પોલીસ દ્વારા કડક નિયમ પાલન કરાવવાની વાતો કરવામાં આવતી હતી. પણ શહેરીજનો શહેરમાં માર્ગો પર ફરતા દેખાઈ રહ્યા હતા. અમદાવાદના વસ્ત્રાપુર, બોડકદેવ અને થલતેજ પાસેના ટ્રાફિક સિગ્નલ રાતે 10.30 વાગે પણ લોકોની ભીડ હતી.મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થઈ રહી હતી.પોલીસનું ક્યાંય ચેકિંગ જોવા મળ્યું ન હતું. જ્યારે અન્ય વિસ્તારમાં પણ પોલીસનું કડક મોનિટરીગ દેખાતું ન હતું.


Download Our B K News Today App



Related News