લૉકડાઉન દરમિયાન 71 ટકા શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઘરે જઈને શિક્ષણ પુરુ પાડયું પંજાબ અને કેરળ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-31 16:40:26
  • Views : 477
  • Modified Date : 2020-10-31 16:40:26

                 લૉકડાઉનના સમયગાળામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું હતું. ત્યારે શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ હતું. સરકારે ટેલિવિઝન તથા ઓનલાઈન એજ્યુકેશનને પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારે સપ્ટેમ્બર 2020માં ASER(એન્યુઅલ સ્ટેટ એજ્યુકેશન રીપોર્ટ) દ્વારા એક સરવે કરાવવામાં આવ્યો હતો. આ સરવેના તારણમાં એવું નોંધવામાં આવ્યું હતું કે ગુજરાતમાં 71 ટકા શિક્ષકો કોરોના કાળમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે તેમના ઘરે પહોંચ્યાં હતાં. આ બાબતે દેશમાં પંજાબ અને કેરળ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે.ગુજરાતના 26 જિલ્લાના 759 ગામડાઓમાં આ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 5303 પરિવારો સાથે શૈક્ષણિક કાર્ય અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ચર્ચાઓમાં 3303 લોકોએ પોતાના બાળકોને મળી રહેલા શિક્ષણ અંગે ચર્ચાઓ કરી હતી. આ સરવેમાં 5થી6 વર્ષના બાળકોને કેવી રીતે શિક્ષણ મળ્યું, તે ઉપરાંત 1થી 12 ધોરણના વિદ્યાર્થીઓને કેવી રીતે શિક્ષણ મળ્યું તે અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.સરવેમાં નોંધવામાં આવ્યું છે કે લૉકડાઉનમાં શાળાઓ બંધ હતી ત્યારે 74 ટકા સરકારી શાળાના શિક્ષકો અને 68 ટકા ખાનગી શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને તેમના ઘરે ઘરે જઈને ભણાવ્યાં હતાં. તે ઉપરાંત ગુજરાત અને મધ્યપ્રદેશમાં 39 પરિવારો પાસે સ્માર્ટફોનની સુવિધા હતી. આ સરવે ગુજરાતમાં 759 લોકેશન પર 5303 ઘરોમાં હાથ ધરવામાં આવ્યો હતો. લૉકડાઉનના સમયગાળામાં ગુજરાતમાં 54 ટકા શાળાઓના બાળકો પાસે એસાઈન્મેન્ટ અને નાની નાની પ્રવૃત્તિઓ પ્રમાણેના પ્રોજેક્ટ વર્ક હતાં. ગુજરાત પંજાબ અને કેરળ બાદ આ બાબતે દેશમાં ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં ટેલિવિઝન પર પણ શૈક્ષણિક કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જે વધારે પસંદગી પામ્યું હતું.શિક્ષણ માટે ટેલિવિઝન પર નિર્ભર રહેનારા 58 ટકા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ગુજરાત તેલંગાણા બાદ ત્રીજા સ્થાન પર છે. વધુ એક રસપ્રદ તથ્ય જે સરવેમાં નોંધવામાં આવ્ચું હતું. જેમાં 53 ટકા શિક્ષકોએ સ્માર્ટફોન પર શિક્ષણ આપવા માટે વિશેષ વીડિયો અને પાવરપોઈન્ટ તૈયાર કર્યાં હતાં.

Download Our B K News Today App



Related News