થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી વાહનચેકીગ દરમિયાન ગેરકાયદેસરનો માદક પદાર્થ અફિણના રસનો જથ્થા સાથે એક ઇસમને થરાદ પોલીસે ઝડપી પાડ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-27 10:49:56
  • Views : 285
  • Modified Date : 2022-07-27 10:49:56


થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી વાહનચેકીગ દરમિયાન ગેરકાયદેસરનો માદક પદાર્થ અફિણના રસનો જથ્થો કુલ-૫૦૦ ગ્રામ કિ.રૂા.૫૦,૦૦૦/- સાથે એક ઇસમને થરાદ પોલીસે ઝડપી પાડ્યો હતો

થરાદ પોલીસ સ્ટેશનની ટીમ ગેરકાયદેસરની પ્રવૃતિ થતી રોકવા અટકાવવા સતત પ્રયત્નશીલ રહે છે જે અન્વયે આજરોજ ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન ખાનગી ઇકો ગાડીમાં બેસીને આવેલ નાગજીરામ વિરાજી ગાંગડના કબજાની બેગમાંથી વગર પાસ પરમીટનો અને ગેરકાયદેસરનો માદક પદાર્થ અફિણનો રસ કુલ-૫૦૦ ગ્રામ કિ.રૂા.૫૦,૦૦૦/- સાથે મળી આવેલ તથા અન્ય મુદ્દામાલ સાથે પકડી પાડી પાડ્યો હતો..નાર્કોટિક્સના જથ્થા સાથે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ એન.ડી.પી.એસ.ના કાયદા મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News