નકલી IAS ઓફિસરની ઓળખ આપવી યુવાનને ભારે પડી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-08 15:04:21
  • Views : 98
  • Modified Date : 2023-06-08 15:04:21

ગુજરાતનાઅમદાવાદમાં નકલી IAS ઓફિસરની ઓળખ આપવી યુવાનને ભારે પડી છે. જેમાં યુવાને ફાર્મા કંપનીઓ સાથે ઠગાઇ કરનારની ધરપકડ કરવામાં આવી છે. જેમાં Truકોલરએ યુવાનનો ભાંડો ફોડ્યો અને સાયબર ક્રાઇમ બ્રાંચે આરોપીની કરી ધરપકડ કરી છે. પ્રધાનમંત્રી સલાહકારની ઓળખ આપીને નકલી IASએ ફાર્મા કંપનીમાં રૂપિયા 16 લાખનું જોબ પેકેજ મેળવ્યું.સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ નકલી IAS ઓફિસર સુધાકર પાંડે પોતાની નોકરી મેળવા માટે IAS બનીને ઓળખ આપતો હતો. આ આરોપી સુધાકર પાંડે પોતાના મોબાઈલમાં ટ્રુ કોલરમાં પોતાના નામ સાથે IAS ઓફિસરની પ્રોફાઈલ બનાવી હતી જેથી ફોન કરનારા વ્યક્તિને કોઈ IAS ઓફિસર ફોન આવ્યો હોય તેવું લાગતું હતું.આવી જ રીતે આરોપી સુધાકર પાંડે ગુજરાતની જાણીતી ફાર્મા કંપનીમાં પોતે IAS ઓફિસર અવિનાશ પાંડે બનીને ફોન કરતો અને પોતાની સંબંધીને સારી નોકરી આપવાનું કહીને પોતે સુધાકર પાંડે ઇન્ટરવ્યુ માટે પહોંચી જતો હતો.આ પ્રકારે તેણે 3 ફાર્મા કંપની સાથે ઠગાઇ કરીને નોકરી મેળવી હતી.જે મામલે સાયબર ક્રાઇમ બ્રાંચના ધ્યાન પર આવતા સુધાકર પાંડે ભાંડો ફૂટ્યો અને સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.પકડાયેલ નકલી IAS ઓફિસર સુધાકર પાંડે બરોડાનો રહેવાસી છે અને B.SC સુધીનો અભ્યાસ કરેલો છે.ફાર્મા કંપનીમાં ઉંચો પગાર મેળવા માટે આરોપી નકલી IAS ઓફિસર બન્યો. આ આરોપી સુધાકર પાંડે નો પગાર નજીવો હતો પરંતુ છેલ્લા 3 વર્ષમાં 3 જેટલી ફાર્મા કંપનીમાં IAS ઓફિસરની ઓળખ આપીને રૂપિયા 25 હજારથી પગારની શરૂઆત કર્યા બાદ 16 લાખના વાર્ષિક પેકેજ સુધી પહોંચ્યો હતો.સુરતની અમી ફાર્મા કંપનીમાં લાખોનો પગાર મેળવનાર આરોપીનો પર્દાફાશ થતાં જ સાયબર ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે..ત્યારે આરોપી પોતે વડાપ્રધાનનો સલાહકાર તરીકે પણ ઓળખ આપતો હતો.જે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.આરોપી સુધાકર પાંડેના મોબાઇલ અને ડીગ્રી સર્ટીફિકેટ લઈ તપાસ શરૂ કરી છે. આ આરોપીએ 3 ફાર્મા કંપની સિવાય અન્ય કોઈ કંપનીમાં નોકરી માટેનો પ્રયત્ન કર્યો હતો કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરાઇ છે.હાલ તો આરોપી સુધાકર પાંડેને ધરપકડ બાદ જમીન પર મુક્ત કર્યો છે આ આરોપીએ પોતાના સિવાય અન્ય કોઈને નોકરીએ લગાવ્યા છે કે કેમ જેને લઈ તપાસ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News