પાલનપુરમાંથી રેત ભરેલું ડમ્પર ઝડપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-30 12:07:39
  • Views : 481
  • Modified Date : 2019-06-30 12:07:39

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા કાંકરેજ તાલુકાના
કસલપુરમાં આવેલ બનાસ નદીના પટ્ટમાં મધરાતે દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી એક હિટાચી મશીન અને ડમ્પર સીઝ કરવામાં આવતા અન્ય ભૂમાફીયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.
બનાસકાંઠામાં રાત્રીના સમયે ભૂમાફીયાઓ દ્વારા રાત્રી દરમિયાન  ખનિજની ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેના પગલે ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોષી દ્વારા રાત્રી દરમિયાન કાંકરેજ તાલુકાના કસલપુર વોચ ગોઠવી હતી. જ્યાં રોયલ્ટી ચોરી કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી એક હિટાચી મશીન અને ડમ્પર સીઝ કરવામાં આવ્યુ હતુ. તેમજ પાલનપુરમાંથી માટી ભરેલ એક ડમ્પર જપ્ત કરવામાં આવ્યુ હતુ.આમ જુદા જુદા બે કેસોમાં ભૂસ્તર વિભાગેએ ૭૫  લાખ ઉપરાંતનો દંડ ફટકારતા અન્ય ભૂમાફીયાઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

Download Our B K News Today App



Related News