શિહોરી પોલીસની લાલ આંખ બનાસનદીમાંથી રેતી ભરેલ ડમ્પર ઝડપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-20 12:02:23
  • Views : 431
  • Modified Date : 2019-12-20 12:02:23

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીના બાહોશ
પી.એસ.આઈ.એમ.બી.દેવડા પેટ્રોલિંગ દરમિયાન રેતી ભરેલ ટર્બો હાઈવે નંબર  જી.જે ૧૮ એ.ઝેડ.૬૩૩૭ ને રોકાવી વજન કરાવતાં ૫ ટન રેતી ઓવર લોડ નીકળતા એમ.વી.એકટ મુજબ ૨૦૭ કરી પાલનપુર આર.ટી.ઓ. કચેરી ખાતે દંડ ભરવા મેમો આપી દંડ વસૂલ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.
બનાસ નદીમાં રાત દિવસ દરમ્યાન રેતી ચોરીનો સિલસિલો ફૂલ ગુલાબી ઠંડીમાં યથાવત છે. કાંકરેજ તાલુકાના કસલપુરામાં રેતીના કાળા કારોબાર બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં બનાસનદીમાંથી કોઈ રોયલ્ટી પાસ પરમીટ વગર તો કોઈ ઓવર લોડ ટર્બો ભરી ચોરી કરી રહ્યા છે. કસલપુરાની બનાસ નદીમાં રેતી ચોરીનો સિલસિલો યથાવત રહેતા શિહોરી પોલીસે લાલ આંખ કરતાં આવા ભૂમાફિયા માટે લાલબત્તી સમાન કિસ્સો બહાર આવ્યો છે.

Download Our B K News Today App



Related News