ધાનેરામાં નવ ડમ્પર ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-10 10:19:25
  • Views : 562
  • Modified Date : 2019-07-10 10:19:25

ધાનેરામાં ડમ્પર ચાલકો અધિકારીઓની મીઠી નજર હેઠળ બેફામ બનતા ખનિજ વિભાગે લાલ આંખ કરતા નવ ડમ્પર ઝડપાઇ જતા ખનીજ માફિયામાં ફફડાટ ફેલાયો છે.
ધાનેરા રાજસ્થાનને બોડર નજીક આવેલો તાલુકો હોવાથી દિવસે અંદાજે ૩૦૦ કરતા વધુ ડમ્પર ચાલકો ખનીજ ચોરી કરીને રેતી રાજસ્થાન પહોંચાડી રહ્યા છે. વારંવાર જવાબદાર અધિકારીઓને મૌખિક રજૂઆત કરવા છતાં પત્રમ પુષ્પમના વહીવટ ના કારણે અધિકારીઓ મૌન બન્યા છે. જેના કારણે
ડમ્પર ચાલકો અને ખનીજ માફિયાને છૂટો દોર મળી ગયો છે. પણ ગત રાત્રે ખનીજ વિભાગના અધિકારીઓએ
ડમ્પર ચાલકો સામે લાલ આંખ કરતા થાવર આર.ટી.ઓ. પાસે નવ જેટલા ડમ્પર રોયલ્ટી ચોરી કરતા ઝડપાઇ જવા પામ્યા છે. અંદાજે સમગ્ર મુદ્દામાલ ત્રણ કરોડની આસપાસ થવા જાય છે અને વીસ લાખ કરતા વધુ રકમ  દંડની વસુલાત થવાની શકયતા રહેલી છે. ખાનગી બાતમીના આધારે આ ઝુંબેશ ચલાવતા આ નવ ડમ્પર ઝડપીને આગળની કર્યાવહી હાથ ધરી છે.  ધાનેરામાં એક ચર્ચાએ પણ જોર પકડયું છે કે આ સમગ્ર કૌભાંડ સ્થાનિક અધિકારીઓ અને ખનીજ માફિયા વચ્ચે મિલીભગતના લીધે ચાલી રહ્યું હતું. ત્યારે સવાલ એ પણ ઉભા થઇ રહ્યા છે કે આવા ડમ્પર ચાલકો વિરૂધ્ધ લોકલ અધિકારીઓ કેમ પગલાં લેતા નથી ?  શું અધિકારીઓએ સરકારી તિજોરીએ ચુનો
ચોપડી પોતાના ખિસ્સા ગરમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે ? કે પછી પત્રમ પુષ્પમના વહીવટના કારણે આ ડમ્પરો દેખાતા નથી. આવા અનેક સવાલોએ ધાનેરામાં ચકચાર જગાવી છે.

Download Our B K News Today App



Related News