રાજસ્થાનના નિતોડા ગામનો યુવક ષડયંત્રનો ભોગ બન્યો લગ્નના ૧૨ કલાકમાં જ દુલ્હન રફુચક્કર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-24 11:32:18
  • Views : 431
  • Modified Date : 2020-11-24 11:32:18

 રાજસ્થાનના સિરોહી જિલ્લાના સ્વરૂપગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નિતોડા ગામે એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં સુહાગરાત
પર દુલ્હન ગાયબ થતાં હોબાળો મચી ગયો હતો. જેના કારણે વરરાજાના
પરિવારજનોમાં ખળભળાટ મચી ગયા હતા. જ્યારે કન્યાનો કોઈ અતોપતો ના મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કેટલાક લોકોએ પૈસા લઈને એક વ્યક્તિના લગ્ન કરાવ્યા હતા. પરંતુ લગ્નના ૧૨ કલાકમાં  દુલ્હન ઘરેથી રફફુ ચક્કર થઈ ગઈ હતી. દુલ્હન સાથેના કાવતરામાં સામેલ અન્ય લોકો પણ નાસી છૂટયા હતા.
આ અંગેની હકીકત એવી છે કે, સિરોહી જિલ્લાના નિતોડા ગામમાં રહેતા દિનેશનો સંપર્ક ગુજરાતમાં રહેતા ભંવરલાલ ઉર્ફે ભાવેશ સાથે થયો હતો. તેને દિનેશને લગ્નની લાલચ આપી હતી. અને પૈસાના લેણદેણની વાત કરતા ભંવરલાલ અને તેના સાથીઓએ સ્વરૂપગંજના એક મંદિરમાં મંડારના બાંટ ગામની મોનિકા સાથે મુલાકાત કરવી હતી. જેમાં તેમણે લગ્નનો સોદો ૩ લાખ ૮૦ હજાર
રૂપિયામાં કરાવવાનું નક્કી કરાયુ હતું. જે પછી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ સિરોહીના એક મંદિરમાં લગ્નની ગોઠવણ કરવામાં આવી હતી. અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરી લગ્નની વ્યવસ્થા કરવામાં આવી હતી.
 બીજી તરફ દિનેશકુમાર તેના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો. તેના  પત્નીને લઈ ઘણા સપના હતાં, જે હવે પૂરા થવાના હતા. ૧૦ ફેબ્રુઆરીએ, મંદિરમાં લગ્ન કર્યા પછી દિનેશ તેની પત્ની મોનિકાને તેમના ગામ નિતોડા લઈ ગયો હતો. જ્યાં દિનેશના પરિવારે બંનેનું સ્વાગત કર્યું અને હિન્દુ રિવાજો મુજબ ઘરમાં પ્રવેશ કર્યો હતો. દિનેશ કુમાર લગ્નના દિવસે ખૂબ જ ખુશ દેખાતા હતા. તે સુહાગરાતને લઈને પણ ઉત્સાહિત હતો. પરંતુ રાત્રે ૧૧ વાગ્યે દિનેશકુમારની
પત્ની મોનિકા શૌચાલયના બહાને ઘરની બહાર ગઈ હતી. જ્યારે પત્ની અડધો કલાક સુધી પરત ન આવતા દિનેશ બહાર ગયો અને જોયું પણ કોઈ ભાળ મળી ન હતી. અને મોનિકા ઘરેથી ભાગી ગઈ હતી.
જ્યારે મોનિકા ક્યાંય મળી ન હતી. ત્યારે દિનેશકુમાર નારાજ થઈ ગયો. અને આ કાવતરામાં સામેલ અન્ય લોકોનો સંપર્ક કર્યો હતો. પરંતુ કોઈની સાથે સંપર્ક કરી શક્યો નહતો. આ પછી દિનેશકુમાર સ્વરૂપગંજ પોલીસ મથકે
પહોંચ્યો હતો. આ ઘટના બાદ દિનેશ અને તેનો પરિવાર ખૂબ ચિંતાતુર બની ગયો હતો. આ ઘટનાના થોડા સમય બાદ જ દિનેશકુમારની માતાનું અવસાન થયું હતું. હાલમાં કેસ નોંધીને પોલીસે ગુજરાતના ડીસા વિસ્તારના ભંવરલાલ ઉર્ફે ભાવેશની
ધરપકડ કરી હતી.  જે આ ષડયંત્રમાં સંડોવાયેલા ગુજરાતના કપડવંજમાંથી મળી આવ્યો હતો. પોલીસને આશા છે કે આ ઘટનામાં સામેલ અન્ય તમામ આરોપીઓ ટુંકજ સમયમાં ઝડપાઇ જશે.

Download Our B K News Today App



Related News