ધાનેરામાં રાશન વેચતીની દુકાનોની કરાઇ ચકાસણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-14 11:55:43
  • Views : 520
  • Modified Date : 2020-04-14 11:55:43

સરકાર દ્વારા એ.પી.એલ. રેશનકાર્ડ ધારકોને જથ્થો
આપવાની શરૂઆત કરવામાં આવતા ધાનેરા શહેરમાં આવેલ તમામ વ્યાજબી ભાવની દુકાનોની પ્રાંત અધિકારી વાય.પી.ઠક્કર તેમજ મામલતદાર બી.એસ.ખરાડી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. અને ત્યાં આવેલ લોકોને સોશિયલ ડીસ્ટન્સ જાળવવા માટે સમજ આપી હતી. તેમજ તમામ દુકાનદારોને પણ જે લોકો ફિંગર આપવા માટે આવે છે તેમને હાથ ધોવડાનીને ફિંગર આપવા માટે ત્યાં સેનીટાઇઝેશન માટેની
પણ તમામ દુકાનોમાં સગવડની
તપાસ કરવામાં આવેલ. તેમજ રાશન દુકાન ધારકોને કોઇપણ સામાન
એક્ષપાયર થયેલ હોય તેવો ન આપવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી હતી. જ્યારે ગામડાઓમાં પણ દુકાનદારોને ટેલીફોનિક વાતચિત કરીને આ બાબતે સમજ
આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News