શોર્ટ સર્કિટના કારણે ડીસામાં વધુ એક દુકાનમાં લાગી આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 11:11:03
  • Views : 312
  • Modified Date : 2021-01-01 11:11:03

ડીસા શહેરના એન.આર.વિસ્તારમાં આવેલી બુટ-ચંપલની દુકાનમાં  શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના સામે આવી હતી. આ આગથી વેપારીને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટના સર્જાતાં ઘટના સ્થળે ડીસા નગરપાલિકાની ફાયર ટીમ પહોંચી આગને કાબુમાં લાવી હતી.
ડીસામાં વધુ એક ફૂટવેરની દુકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ડીસાના એન.આર.માર્કેટમાં આવેલી માતાજી ફૂટવેર નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ દુકાન માલિક સહિત આજુબાજુના લોકો દોડી આવી ફાયર બ્રિગેડને જાણ કરી હતી.  ફાયર બ્રિગેડની ટીમે આવી સતત
પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ આગ કાબુમાં આવે ત્યાં સુધીમાં તો દુકાનમાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગમાં ૪.૮૧ લાખ રૂપિયાની કેશ સહિત કુલ ૧૭ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું દુકાન માલિકે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ડીસા શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં આગની બીજી ઘટના સામે આવી છે. અઠવાડિયા અગાઉ જ સદર બજારમાં આવેલી પૂજાપાની દુકાનમાં આગ લાગતાં પણ દસ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.

Download Our B K News Today App



Related News