ધાનેરામાં એક્ષપાયર તેલ વેચતા દુકાનને સીલ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-02 10:59:29
  • Views : 565
  • Modified Date : 2020-04-02 10:59:29

ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ મહેશ કરીયાણા નામની દુકાનમાં એક્ષપાયરી તારીખવાળુ તેલ આપવામાં આવતા ગ્રાહકે નગરપાલિકાનો સંપર્ક કર્યો હતો. ત્યારે ધાનેરા
નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.એમ.અંસારી દ્વારા
નગરપાલિકાના ઇસ્પેકટર કે.એસ. બારોટ તથા સુપરવાઇઝર રામભાઇ સોલંકી તથા સ્ટાફને તાત્કાલીક આ દુકાન ઉપર મુકેલ અને ત્યાં તપાસ કરતાં મારુતિ કંપનીના ૫૦૦ ગ્રામના ૩૪ નંગ તેલના ડબ્બા અને ફોર્ચ્યુનનુ એક નંગ મળી આવ્યું હતું. વધુ તપાસ કરતા ગુટકાના પેકેટો
પણ મળી આવ્યા. જેથી નગરપાલિકા દ્વારા આ તમામ માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને
પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ બાબતે ઉપરી કચેરીની સલાહ મુજબ મોડી સાંજે આ દુકાનને સીલ કરવામાં આવી હતી. જેથી ધાનેરાના અન્ય કરીયાણા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. આ અંગે ધાનેરા પાલિકાના ચીફ ઓફિસર એસ.એમ. અંસારીએ જણાવેલ કે આ દુકાન માલીક દ્વારા દુકાનમાં અખાધ્ય ચિજવસ્તુઓ અને પ્રતિબંધીત વસ્તુઓ રાખવામાં આવેલ  હોવાથી જાહેરનામાના ભંગને લઇને આ દુકાનને સીલ કરવામાં આવેલ છે. જ્યાં સુધી નવો હુકમ ના થાય ત્યાં સુધી આ દુકાન સીલ રહેશે. તેમજ કાયદાનો ભંગ કરનારા અન્ય ૪૦ જેટલા વેપારીઓને આપવામાં આવેલ પાસ પણ જમા લેવામાં આવ્યા છે. માટે ધાનેરાના તમામ વેપારીઓ કાયદાની મર્યાદામાં રહીને પોતાનો ધંધો કરે તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News