સાહેબનો ઓર્ડર છે માટે અમે દુકાન પર ઉભા રહીશું તમે દુકાન ખોલો કોઈ વાંધો નહી આવે ઃ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-12 12:21:16
  • Views : 2022
  • Modified Date : 2020-05-12 12:21:16

લોકડાઉનના સમયગાળામાં સરકાર તરફથી ગુટકા અને પાન બીડી સીગારેટ પર સંપૂર્ણપણે રોક લગાવી દેવામાં આવી છે. ત્યારે વ્યસનકર્તાઓને મોટી મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે. આ વાસા સમયમાં સમાન્ય માનવીને બાદ કરતા વગદાર નાગરિકો - નેતાઓ હવે પોલીસના સહારે ગુટકા અને સીગારેટ મેળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે પોલીસ પણ સબંધો સાચવવા અને અધિકારીઓની સુચના મળતા ગુટકા અને સીગારેટના
વેપારીઓને ફોન કરીને ગુટકાની માંગણી કરતા હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર રાજ્યમાં ગુટકા અને પાન બીડી પર તંત્ર દ્વારા રોક લગાવી દેવામાં આવી છે. ત્યારે પાન મસાલા અને ગુટકાના ભાવ આસમાને પહોંચી ગયા છે. તમાકુના ડબ્બાના ૨૦૫ ની જગ્યાએ ૧૨૦૦ સુધીના ભાવ માર્કેટમાં બોલી રહ્યા છે. ત્યારે સામાન્ય માનવી માટે ખરીદી વ્યસન કરવાની વાત અઘરી બની ગઈ છે. ત્યારે હવે વગદાર નાગરિકો અને નેતાઓ દ્વારા સીધી પોલીસને ભલામણ કરી કોઈપણ ભોગે વ્યવસ્થા કરવા ફોન કરાવી રહી છે.  વેપારી સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનની હદમાં આવતા હોય તેવા વેપારીઓને સ્થાનિક પોલીસ કર્મચારીઓ દ્વારા ફોન કરવામાં આવી રહ્યા છે અને એવુ પણ કહેવામાં આવે છે કે સાહેબનો ઓર્ડર છે માટે અમે દુકાન પર ઉભા રહીશું તમે તાર દુકાન ખોલો તમને કોઈ
વાંધો નહી આવે, તેવી રજૂઆતો પણ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News