બનાસકાંઠામાં ઐતિહાસિક અને મોટી લીડનો રેકોર્ડ મેળવી જીતનાર પરબતભાઈ પટેલ સામે દુકાળ અને પાણીની અછત મોટો પડકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-26 12:02:26
  • Views : 553
  • Modified Date : 2019-05-26 12:02:26

બનાસકાંઠા બેઠક ઉપર મોટી(પટેલ) સમાજના બે મહારથીઓ વચ્ચે જંગી બહુમતીથી જીતનાર પરબતભાઈ પટેલે મોટો રેકોર્ડ બનાવ્યો છે. પરંતુ બનાસકાંઠામાં મોટો પ્રશ્ન પાણીની અછતનો છે જેનો ઉકેલ લાવવા માટે વધારે મહેનત અને સક્ષમ રહેવુ પડશેપરબતભાઈ પટેલની ઈમાનદારી અને ભ્રષ્ટ્રાચાર વગરનું જીવન બનાસકાંઠામાંથી દિલ્લી સુધી પહોંચવાનો રસ્તો બન્યો છે.  થરાદ-વાવ
વિધાનસભાના મતવિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણી માટે પરબતભાઈ પટેલે અથાગ પ્રયત્નો કર્યા છે. તેમજ નર્મદાનું પાણી ખેડૂતોને મળી રહે તે માટે વિધાનસભા વારંવાર ગજવી છે.  તેમજ સિંચાઈ માટે ત્રણ સિજનમાં પાણી કાયમી મળી રહે તે માટે પ્રધાનમંત્રીના કાન સુધી વાત પહોંચાડશે પરબતભાઈ પટેલ પાસે દિયોદર અને ડીસા મતવિસ્તારના લોકો વધારે આશા રાખશે. તેમજ દિયોદર જેવા વિસ્તારોમાં ઔધોગિકનું પ્રમાણ વધારવા માટે પરબતભાઈએ દિયોદરની પ્રજાને આશ્વાસન આપેલ છે તે સંપૂર્ણ પુરૂ કરશે.

Download Our B K News Today App



Related News