સતત બે દવાસથી પડી રહેલ વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ, દિયોદર તેમજ ડીસા તાલુકાના ગામડાઓમાં ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-20 12:05:46
  • Views : 298
  • Modified Date : 2021-11-20 12:05:46

 

દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમ વર્ષાને પગલે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે.બીજી તરફ વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં ૧૮ થી ૨૧ નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ સેવાઈ હતી.ભરશિયાળે ચોમાસાનો માહોલ જામતાં જુવાર,બાજરી,રચકા બાજરીના પૂળા સહિત કપાસ અને એરંડામાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહયી છે ..બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ, દિયોદર તેમજ ડીસા તાલુકાના ગામડાઓમાં ખુબજ મોટા પ્રમાણમાં બટાટાની વાવણી કરાઇ રહી છે ત્યારે સતત બીજા દિવસે વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે..મગફળી તથા ઢોરઢાંખર માટે ઘાસના પૂળા ખેતરોમાં પડ્યા રહેવાના કારણે ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે..છેલ્લા કેટલાય સમયથી આવી રીતે જગતના તાત ઉપર અંનધારી કુદરતી આફતો ચાલુ રહયી છે. ત્યારે જે રીતે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત પડતો વરસાદ આખરે ખેડૂતો માટે ખુબજ મોટી મુશ્કેલીઓ લઈને આવ્યો છે ત્યારે ખેડૂતો આ કમોસમી વરસાદને બંધ કરવાની ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે

Download Our B K News Today App



Related News