નવા બસ સ્ટેન્ડની બહાર વરસાદી પાણી ભરાતાં બ્લોક તોડવાની ફરજ પડી કોન્ટ્રાકટરની બેદરકારીથી મુસાફરો વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-17 11:25:40
  • Views : 759
  • Modified Date : 2022-07-17 11:25:40


ડીસા નવા બસ સ્ટેન્ડની બહાર વરસાદી પાણી ભરાતાં બ્લોક તોડવાની ફરજ પડી કોન્ટ્રાકટરની બેદરકારીથી મુસાફરો વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયાં.એસ ટી વિભાગની ચુપકીદી શંકાના દાયરામાં...

 

ડીસા શહેરનું નવા બસ સ્ટેન્ડ એટલે ઉતર ગુજરાત નું નંબર 1 તરીકે ઓળખાતું હતું પરંતુ સમય જતાં ડીસા નવા બસ સ્ટેન્ડ પર નેતાઓની અને એસટી ડિવિઝન ની નજર લાગી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે ડીસા બસ સ્ટેન્ડમાં અનેક સુવિધાઓ નો અભાવા જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી પાણીનો બોર ફેલ થઈ જતાં મુસાફરો પીવાનાં પાણી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ડીસા એસટી ડેપો દ્વારા ટેન્કર મારફતે પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જ્યારે એક વર્ષ અગાઉ બસ સ્ટેન્ડ ની બહાર વરસાદી પાણીનો નિકાલ કરવા માટે લાખો રૂપિયાના ખર્ચે બ્લોક ફીટ કરવામાં આવ્યા હતાં જેના લીધે વરસાદી પાણીનો કાયમી નિકાલ થશે તેવી મુસાફરો અને વેપારીઓ ને આશા જાગી હતાં પરંતુ હાલમાં વરસાદની શરૂઆત થતાં ફરીથી બસ સ્ટેન્ડની બહાર વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મલતા કોન્ટ્રાકટર ની કામગીરીની પોલ ખુલી પડી ગઈ છે અને બસ સ્ટેન્ડની બહાર વરસાદી પાણીના લીધે કાદવ કીચડ છવાતાં મુસાફરો અને શોપિંગ સેન્ટરના વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયાં છે ત્યારે વરસાદી પાણીનાં નિકાલ માટે ફરીથી  બ્લોક ખોલવાની ફરજ પડી હતી જ્યારે કોન્ટ્રાકટર ની બેદરકારી છતાં એસટી ડિવિઝન અને સત્તાધિશોની ચુપકીદી શંકાના દાયરામાં આવી રહી છે

Download Our B K News Today App



Related News