ડીસા વોર્ડ નં 2 ના પિંક સીટી સોસાયટીમાં રોડ રસ્તાના અભાવે સ્થાનિકોએ હંગામો મચાવ્યો રોડ નહી તો વોટ નહી ના લગાવ્યા નારા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-19 10:57:15
  • Views : 235
  • Modified Date : 2022-07-19 10:57:15

 

 

ડીસા નગરપાલિકા દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે શહેરમાં આજેપણ એવા અનેક વિસ્તારો છે જ્યાં આજદીન સુધી રોડ રસ્તાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં શહેરીજનો ખોબે ખોબે વોટ આપી ભારતીય જનતા પાર્ટીને નંગરપાલિકાનુ સુકાન સોંપ્યું છે પરંતુ વોટ લીધા પછી જીતેલા ઉમેદવારો ક્યાં છતાંઈ જાય છે જેમને મતદાતાઓ શોધે તોય મરતા નથી ડીસા વોર્ડ નં 2 ના પિંક સીટી ભાગ 34 માં છેલ્લા કેટલાય સમયથી સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર થી સોસાયટી સુધી રોડ રસ્તા નો અભાવે સથાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વારંવાર ડીસા નગરપાલિકા કચેરી ખાતે લેખિતમાં અને મૌખિક માં રજુઆત કરવામાં આવી હોવા છતાં આજદીન સુધી વિસ્તારમાં પાલિકા દ્વારા રોડ બનાવાની કામગીરી હાથ ધરાતાં સોસાયટીના રહીશોમાં ભારે આકોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સાંજના સુમારે  પિંક સીટીભાગ 34ના રહીશોએ હંગામો મચાવ્યો હતો અને રોડ નહી તો વોટ નહીં ના નારા લગાવ્યા હતા અને દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાતાં સોસાયટીના સિનિયર સિટીઝન વાહનચાલકો અને રાહદારીઓ નાના બાળકો ને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે કેટલીક વાર વરસાદી પાણીના કારણે નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે તો પ્રસૂતિ મહીલાઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માં વરસાદી પાણીમાં ચાલવું પડે છે ત્યારે સોસાયટીની મહીલાઓ દ્વારા ભાજપના ચુંટાયેલા ચાર સદસ્યો સામે ભારે આકોશ વ્યક્ત કરી ચુંટણી જીત્યા બાદ પિંક સીટી ભાગ 3 4 માં ફરકતાં પણ નથી અનૈ ફોન પણ ઉપાડતાં નથી નંગરપાલિકા સોસાયટીના રહીશોનું સાભરતી નથી વિધાનસભાની ચૂંટણીમાં પિંક સીટી ભાગ 3 4 માં વોટ લેવા આવ્યું નહી પહેલા રોડ પછી વોટ માંગવા આવ્યું તેવી ચિમકી ઉચ્ચારી હતી ઉલ્લેખનીય છેકે વોર્ડ નં 2 ના ચુંટાયેલા ચાર સદસ્યો પૈકી બે સદસ્યો ચુંટણી જીત્યા બાદ મોઢું પણ દેખાડતાં નથી ત્યારે નંગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા તાત્કાલિક અસરથી પિંક સીટી ભાગ 3 4 માં નવિન રોડ બનાવી વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી સોસાયટીના રહીશો દ્વારા માંગ કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News