રાજકોટના રામનાથપરા સ્મશાનમાં 12 દિવસથી સતત 24 કલાક અગ્નિદાહ, ઇલેક્ટ્રિક મશીનમાં ખામી સર્જાઇ, અંતિમસંસ્કારના વેઇટિંગમાં વધારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-15 15:21:54
  • Views : 257
  • Modified Date : 2021-04-15 15:21:54

    રાજકોટ શહેરમાં કોરોનાના સતત વધતા મૃત્યુઆંકના કારણે સ્મશાનમાં મૃતદેહના અંતિમસંસ્કાર માટે વેઇટિંગ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં કુલ 4 સ્મશાન પર માત્ર કોવિડના મૃતદેહના જ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે. તેવામાં આજે એક તરફ હાઇએસ્ટ 82 દર્દીના મોત થયા છે અને બીજી તરફ રામનાથપરા સ્મશાન ખાતે ઇલેક્ટ્રિક મશીનમાં ખામી સર્જાતા મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ મૃતદેહના અંતિમસંસ્કારના વેઇટિંગમાં પણ વધારો થયો છે. આ સ્મશાનમાં છેલ્લા 12 દિવસથી સતત 24 કલાક અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. રોજ 20થી 25 અગ્નિસંસ્કાર થાય છે.

    રાજકોટ રામનાથપરા સ્મશાન ગૃહના સંચાલક શ્યામભાઇ પાનખાણીયાએ જણાવ્યું હતું કે , છેલ્લા 12 દિવસથી સતત 24 કલાક ઇલેક્ટ્રિક મશીન અને લાકડામાં કોવિડ દર્દીનાના મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે. રાજકોટ રામનાથપરા સ્મશાન ખાતે કુલ 2 ઇલેક્ટ્રિક મશીન અને 4 લાકડાના ખાટલાનો સમાવેશ થાય છે. જે પૈકી આજે એક ઇલેક્ટ્રિક મશીનમાં ખામી સર્જાઇ છે, આ માટે રિપેરિંગ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક મશીનમાં દિવસ દરમિયાન 20થી 25 મૃતદેહના અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યાં છે.

    રાજકોટ શહેરમાં કોવિડ દર્દીના મૃતદેહના અંતિમસંસ્કાર માટે 4 સ્મશાન ગૃહ ફાળવવામાં આવ્યા છે. જેમાં માત્ર કોવિડ દર્દીના જ અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યાં છે. સ્મશાનમાં એક બાદ એક વારા ફરતી મૃતદેહ મોકલવામાં આવે છે. આથી સ્મશાનગૃહમાં મૃતદેહ પડ્યા ન રહે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય. આજે રામનાથપરા સ્મશાન ખાતે ઇલેક્ટ્રિક મશીન ખરાબ થઇ જતાં સંચાલકો દ્વારા તંત્રને જાણ કરી દેવામાં આવી છે. જેથી સ્મશાન ગૃહની અંદર મૃતદેહને લાવી લાઇનમાં ન રાખવા પડે અને અવ્યવસ્થા ન સર્જાય. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રોજના 50 આસપાસ દર્દીના મૃત્યુ થતા હતા. જેમાં પણ કલાકો સુધી મૃતદેહ પરિવારને મળતા ન હતા. તેવામાં આજે 82 દર્દીના મોત થયા છે અને એક મશીનમાં ખામી સર્જાઇ છે. જેથી વેઇટિંગ સમયમાં પણ વધારો જોવા ચોક્કસ મળી રહ્યો છે.

    રાજકોટમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર જતી રહી છે. શહેર ડેથસ્પોટ બની ગયું છે. 24 કલાકમાં અધધ..82 દર્દીના મોત નીપજ્યા છે. દર એક કલાકે 3થી વધુ દર્દાના મોત નીપજી રહ્યાં છે. આથી આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે. સિવિલ હોસ્પિટલમાં લાશોના ઢગલા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરમાં કોરોનાની અતિ ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે.


Download Our B K News Today App



Related News