જુની ભીલડી ગામે નલ સે જલ યોજના અંતર્ગત રૂ.129.37 લાખનાં કામોનું સાંસદ પરબતભાઇ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-28 12:49:21
  • Views : 296
  • Modified Date : 2022-04-28 12:49:21

જુની ભીલડી ગામે નલ સે જલ યોજના અંતર્ગત રૂ.129.37 લાખનાં કામોનું સાંસદ પરબતભાઇ પટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.

 

ચાલુ વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નહીંવત વરસાદના કારણે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે પાણીના બુંદ બુંદ માટે લોકો કિલોમીટર દૂર સુધી ભટકી રહ્યા છે તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં નહિવત વરસાદના કારણે પાણીની આવક થઇ નથી જેના કારણે આ વર્ષે જીવાદોરી સમાન ત્રણેય જળાશયો આધારિત ગામોમાં પણ પાણીની વિકટ સમસ્યા સર્જાય છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ વર્ષે બનાસકાંઠા જિલ્લો એ પાણી વગર તરસી રહ્યો છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુની ભીલડી ગામ ખાતે જલ જીવન મિશન નલ સે જલ યોજના અંતર્ગત બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ ના વરદહસ્તે આંતરિક પીવાનાં પાણીની યોજનાના રૂ.૧૨૯.૩૭ લાખનાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે પ્રસંગે દિયોદર ના ધારાસભ્ય શીવાભાઈ ભુરિયા, પુર્વ મંત્રી કેશાજી ચૌહાણ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ભીલડી મંડળ ભાજપના મહામંત્રી સુરેશભાઈ સિલ્વા, લાખણી‌ એપીએમસી પુર્વ ચેરમેન બાબુભાઈ પાનકુટા, સરપંચ મનુભાઈ જોષી, ડેપ્યુટી સરપંચ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત રહેનાર તમામ મહેમાનો નું ફુલહાર અને સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Download Our B K News Today App



Related News