ડીસાના વોર્ડ નંબર 10માં ડેન્ગ્યુના કેસ વધારે હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા પોરાનાશક કામગીરી તેમજ ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-21 11:28:14
  • Views : 302
  • Modified Date : 2021-10-21 11:28:14

 

કોરોના જેવી વૈશ્વિક મહામારી ભારતમાં મહદંશે ઓછી થતા ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાલમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુના કેસો એક બાદ એક સામે આવી રહ્યા છે ડેન્ગ્યુના કેસો સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ પણ સક્રિય બની છે અને ડેગ્યુના કેસને અટકાવવા માટે હાલ આરોગ્ય વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે..ડીસામાં પણ ડેન્ગ્યુના કેસો અવારનવાર મળી આવી રહ્યા છે ત્યારે ડીસાના વોર્ડ નંબર 10માં ડેન્ગ્યુના કેસ વધારે હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડોક્ટર જીતેન્દ્ર પારઘીના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર એકના MPHS હિતેશભાઈ પંડ્યા અને MPHW ચેતન ઠાકોર અને તેમની ટીમ દ્વારા વિસ્તારમાં પોરાનાશક કામગીરી તેમજ ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી... હાલ તો ડેન્ગ્યુના કેસો સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ વિસ્તારોની મુલાકાત લઇ સ્થાનિક લોકોને સલાહ સુચન આપવામાં આવી રહી છે જેથી આવનારા સમયમાં ડેન્ગ્યુ જેવી મહામારીને અટકાવી શકાય

 

Download Our B K News Today App



Related News