જોશીમઠમાં ભારે હિમવર્ષાના થતાં મકાનો તોડવાનું કામ અટક્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-21 15:28:06
  • Views : 499
  • Modified Date : 2023-01-21 15:28:06

છેલ્લા ઘણા દિવસોથી ભૂસ્ખલના ભયનો સામનો કરી રહેલા જોશીમઠમાં શુક્રવારે સવારે સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી. તાજી હિમવર્ષાના કારણે જોશીમઠના રહેવાસીઓની ગભરાટમાં વધારો થઈ ગયો છે. હિમવર્ષાના કારણે ખતરનાક ઘરોને પાડી નાખવાનું કામ રોકી દેવાયું હતું. ત્યારે હવામાન વિભાગે 23 અને 24 જાન્યુઆરીએ પણ જોશીમઠ, ચમોલી અને પિથોરાગઢમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા વ્યક્ત કરી છે.

બીજી બાજુ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઈડ્રોલોજીના પ્રાઈમરી ટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી પ્રભાવીત જોશીમઠની જેપી કોલોનીની તિરાડોમાંથી નીકળવાવાળું પાણી, તપોવનની NTPCની સુરંગના પાણી કરતા અલગ છે.ડિઝાસ્ટર મેનેજમેન્ટ સચિવ રંજીત કુમાર સિન્હાએ બંને જગ્યાના પાણીના સેમ્પલનો અભ્યાસ કરવાવાળો પ્રાઈમરી રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે, તેમના પ્રોફાઈલ અલગ-અલગ છે. તેમણે કહ્યું, જોકે, આ માત્ર એક પ્રાઈમરી રિપોર્ટ છે જેનું કોઈ નિષ્કર્ષ ન નીકાળવું જોઈએ.

Download Our B K News Today App



Related News