ભારે વરસાદના કારણે ભીલડી પંથકના તળાવો ઓવરફ્લો ખેતરો બેટમાં ફેરવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-18 14:06:41
  • Views : 301
  • Modified Date : 2022-08-18 14:06:41

 

બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીને લઈને ગત ૨૪ કલાક માં પડેલા ભારે વરસાદ ના કારણે ડીસા તાલુકા ભીલડી પંથકના આજુબાજુના ગામોમાં ભારે વરસાદ ખાબક્યો હતો.વધુ વરસાદ થી ભીલડી પંથકના સોયલા,જુનાનેસડા,બળોધર,ખેટવા,વગેરે ગામોના તળાવો ઓવરફ્લો થતાં ગામમાં પાણી ભરાયા હતા.

ભારે વરસાદના કારણે રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા આજુબાજુના ગામો સંપર્ક વિહોણા બન્યા હતા અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને  શાળા તેમજ ગ્રામ પંચાયતમાં તેમને રહેવાની અને જમવાની વ્યવસ્થા ગામલોકો દ્વારા કરવામાં આવી હતી.ખેડૂતો ના ખેતરો મા વરસાદી પાણી ભરાતા ખેતરો બેટ મા ફેરવાય હતા.

સતત ૨૪ કલાક થી વરસી રહેલા વરસાદના કારણે આજુ બાજુ ગામ ના સંપર્ક તૂટ્યા હતા.

 અતિભારે વરસાદને પગલે ડીસા તાલુકાના નીચે મુજબના રસ્તાઓ ઓવેરટોપિંગના લીધે હંગામી ધોરણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે

ભીલડી – બલોધર રોડ, ભીલડી – નેસડા – પેપળુ  રોડ, નેશનલ હાઇવે થી ઘરનાળ રોડ, સ્ટેટ હાઇવે થી ઘરનાળ રોડ, નવી ભીલડી થી જુના નેસડાથી ઘરનાળ મોટી રોડ, પાલડી - વડલાપુર

Download Our B K News Today App



Related News